બાગપતમાં કોનું એન્કાઉન્ટર કરશે પૂર્વ કમિશ્નર સત્યપાલ સિંહ?

Google Oneindia Gujarati News

બાગપત, 24 માર્ચઃ 10 એપ્રિલે પશ્ચિમી ઉત્તર પ્રદેશના મહત્વના જિલ્લા બાગપતમાં મતદાન કરવામાં આવશે અને આ બેઠક ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકોમાંની એક મહત્વની બેઠક બની ગઇ છે. આ વખતની ચૂંટણીમાં અહીં રાષ્ટ્રીય લોકદળના નેતા અજિત સિંહનો સામનો મુંબઇના પૂર્વ પોલિસ આયુક્ત અને ભાજપના ઉમેદવાર ડોક્ટર સત્યપાલ સિંહ સાથે થશે. નિશ્ચિતપણે આ વખતનો મુકાબલો અજિત સિંહ માટે પડકારજનક હશે.

ajitsingh-satyapalsingh
બાગપત હેઠળ પાંચ વિધાનસભા ક્ષેત્ર બાગપત, બડૌત, મોદીનગર, ચપરૌલી અને સિવાલખાસ આવે છે. તમને જણાવી દઇએ કે બાગપતથી અજિત સિંહએ વર્ષ 2009ના બીએસપીના ઉમેદવાર મુકેશ શર્મા, કોંગ્રેસના ઉમેદવાર સોમપાલ અને સમાજવાદી પાર્ટીના સાહબ સિંહને હરાવ્યા હતા. અજિત સિંહે આ ત્યારે 2,38,638 મત મેળવ્યા હતા. 10 એપ્રિલથી ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે વોટિંગની શરૂઆત થઇ જશે અને બાગપત પહેલા તબક્કામાં સામેલ છે.

કોણ છે અજિત સિંહ
74 વર્ષીય અજિત સિંહ જાટોના નેતા માનવામાં આવે છે અને તેમની પાછળ એક મજબૂત રાજકિય ઇતિહાસ છે. અજિત સિંહ દેશના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના નેતા ગણાતા ચૌધરી ચરણ સિંહના પુત્ર છે. તેમણે વર્ષ 1999માં રાષ્ટ્રીય લોક દળની સ્થાપના કરી હતી. હાલ તેઓ યુપીએ સરકારમાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રીનો કાર્યભાર સંભાળે છે.

તેમણે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અગલ હરિત પ્રદેશની માંગ સાથે પોતાની મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષા પણ જાહેર કરી દીધી હતી. અજિત સિંહ વર્ષ 1988માં જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. અજિત સિંહે કોંગ્રેસ સાથે જ પોતાની પાર્ટીનુ વિલય કર્યું પરંતુ માત્ર એક મહિના પછી તેમણે પાર્ટી છોડી દીધી અને 1997માં કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા. તેણે પોતાની પહેલી લોકસભા ચૂંટણી વર્ષ 1989માં જીતી હતી.

1996માં રાજ્યસભા સાંસદ તરીકે તે સંસદમાં હાજર રહ્યાં. અજિત સિંહે છ વાર લોકસભા ચૂંટણી જીતી છે અને તેઓ માત્ર એકવાર વર્ષ 1988માં ચૂંટણી હાર્યા હતા. ઉત્તર પ્રદેશના રાજકારણમાં અજિત સિંહ વર્ષ 2001થી જ નિર્ણાયક ભૂમિકામાં હાજર રહ્યાં છે. આ વર્ષે તેમણે ભાજપ સાથે કરાર કર્યો પરંતુ બસપા સરકારથી સમર્થન પરત લઇ લીધું, જેથી ભાજપ અને રાષ્ટ્રિય લોકદળનું સમર્થન મળી રહ્યું હતું.

બસપાની સરકાર પડી ગઇ અને પછી મુલાયમ સિંહ યાદવની આગેવાનીમાં 2002માં સમાજવાદી પાર્ટીની સરકાર બની. એ સમયે પણ અજિત સિંહે પાર્ટીને સમર્તન આપ્યું પરંતુ 2007માં વિધાનસભા ચૂંટણી પહેલા જ આ સરકાર પાસેથી પણ સમર્થન પરત લઇ લીધું. અજિત સિંહ ઉપરાંત તેમના પુત્ર જયંત સિંહ પણ મથુરાથી સાસંદ છે, અને આ રાજકિય વિરાસતને આગળ વધારી રહ્યાં છે.

અજિત સિંહ આઇઆઇટી ખડગપુરના પૂર્વ છાત્ર રહી ચૂક્યા છે અને તેઓ વ્યવસાયે કોમ્પ્યુટર એન્જીનીયર છે. તેમણે શિકાગોની ઇલિનિયૉસ ઇન્સ્ટીટ્યૂટ ઓપ ટેક્નોલોજીમાંથી અભ્યાસ કર્યો છે. 1986માં ભારતીય રાજકારણમાં સામેલ થનારા અજિત સિંહે 15 વર્ષ અમેરિકાના શહેર શિકાગોમાં વિતાવ્યા છે.

કોણ છે સત્યપાલ
બાગપતથી પોતાની પહેલી ચૂંટણી લડવા જઇ રહેલા 58 વર્ષીય સત્યપાલ સિંહ મુંબઇના પૂર્વ પોલીસ આયુક્ત છે અને તેઓ 198ની બેન્ચના આઇપીએસ અધિકારી છે. સત્યપાલ સિંહ આમ તો 2015માં નિવૃત થવાના હતા, પરંતુ ફેબ્રુઆરીમાં તેઓ મુંબઇના પહેલા એવા આયુક્ત બની ગયા કે જેમણે સમય પહેલા પોતાના પદ પરથી રાજીનામું રાજકારણમાં આવવા માટે આપ્યું. નવેમ્બર 1955માં મેરઠના બાસૌલીમાં જન્મેલા સત્યપાલ સિંહનો ઉદ્દેશ ક્યારેય પણ પોલીસ ફોર્સ જોઇન્ટ કરવાનો નહોતો અને તે હંમેશા વૈજ્ઞાનિક બનવા માગતા હતા. સિંહ કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને તેમણે આ વિષયમાં એમફીલ સુધી અભ્યાસ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાથી એમબીએ કનારા સત્યપાલ સિંહ પાસે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમએ અને પીએચડીની ડિગ્રી છે. સત્યપાલ સિંહ માને છે કે બાગપત સંસદીય ક્ષેત્રના લોકો ખાસ કરીને મસુલમનો અને જાટોના દિલમાં મુઝફ્ફરનગર રમખાણોને લઇને ખરાબ ભાવનાઓ છે. તેમની વાત માનીએ તો વિકાસ તેમનો સૌથી પહેલો મુદ્દો હશે. સત્યપાલ સિંહે કહ્યું કે, મને મુસલમાનો પાસેથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. દરેક વ્યક્તિને વિકાસ જોઇએ છે. મને જાણ નથી કે લોકોના દિમાગમાં શું ચાલી રહ્યું છે.

‘જો કોઇના મનમાં વિજળી, રસ્તા અને ઉદ્યોગો માટે આશાઓ છે તો હું તેને વિશ્વાસ અપાવું છું કે તેમને પણ ફાયદો થશે.' પોતાના ચૂંટણી અભિયાનમાં અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના અનેક અદ્યાપકોનું સમર્થન સત્યપાલ સિંહને હાંસલ હતુ. સત્યપાલ માને છે કે એક ગુનેગાર હંમેશા ગુનેગાર જ હોય છે. તેમના મત અનુસાર તેઓ એક પોલીસ અધિકારી હતા અને તેમને પડકારો પસંદ છે. તેમને આશા છે કે મોદીનો જાદૂ આ વખતે અજિત સિંહના જાદૂને ખતમ કરવામાં સફળ રહશે.

કોણ છે સૌમેન્દ્ર ઢાકા
સૌમેન્દ્ર ઢાકા એક ખેડૂત છે અને તેમની પાસે લૉની ડીમાસ્ટર ડિગ્રી છે. તે વર્ષ 2012થી આપ પાર્ટી સાથે જોડાયા છે. ઢાકા, અરવિંદ કેજરીવાલના સ્વરાજના વિચારથી ઘણા પ્રભાવિત છે અને તેમને આશા છે કે તે હકિકતમાં પરિવર્તિત થશે.

શું કહે છે જાણકારો
બાગપતમાં અજિત સિંહની પકડ મજબૂત છે અને બની શકે છેકે આ વખતે માહોલ તેમના પક્ષમાં જ રહે, પરંતુ ગયા વર્ષે મુઝફ્ફરનગરના રમખાણો બાદ જાટોની વિચારસરણી અજિત સિંહ માટે લોકસભા ચૂંટણીમાં બદલાઇ પણ શકે છે. આ તરફ રાજકારણમાં પહેલીવાર ઉતરનારા સત્યપાલ સિંહનું વિનમ્ર વલણ અને લોકોની તેમના સુધીની સહેલી પહોચના કારણે બની શકે છે કે તેમને લોકોના મત હાસલ થઇ જશે. તેમની પાસે પોલીસ સર્વીસનો શાનદાર રેકોર્ડ છે અને લોકો તેમને એક લોકપ્રીય આઇપીએસ તરીકે પણ જાણે છે. ચોખ્ખા રાજકારણીની પંસદ તરીકે બાગપતના લોકો આ વખતે તેમને તક આપી શકે છે.

English summary
Baghpat is one of the 80 parliamentary constituencies of Uttar Pradesh. Western UP's Baghpat is going to witness an exciting "clashes of the titan" as the political stalwart, RLD leader Ajit Singh will face a tough competition with the former Mumbai police commissioner and "a fresher", BJP leader Dr Satyapal Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X