For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP અને હરિયાણા તરફથી દિલ્હીને યમુનામાં ઝેરી ફિણની ભેટ

દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, યમુનામાં છઠ પૂજાની તસવીરો સામે આવ્યા બાદ ઓખલા બેરેજમાં યમુનાનું પાણી ફીણયુક્ત છે. આ વિસ્તાર યુપી સરકારના સિંચાઈ વિભાગ હેઠળ આવે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હ : દિલ્હીમાં યમુનામાં જોવા મળતા ઝેરી ફીણ માટે આમ આદમી પાર્ટીએ પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણાને જવાબદાર ઠેરવ્યા છે.

દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, યમુનામાં છઠ પૂજાની તસવીરો સામે આવ્યા બાદ ઓખલા બેરેજમાં યમુનાનું પાણી ફીણયુક્ત છે. આ વિસ્તાર યુપી સરકારના સિંચાઈ વિભાગ હેઠળ આવે છે, તેની જવાબદારી યુપી સરકારની છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તે સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યું છે. યમુનાનું આ પ્રદૂષિત પાણી દિલ્હીનું નથી. તે યુપી અને હરિયાણા સરકાર દ્વારા દિલ્હીને ભેટમાં આપવામાં આવી છે.

Raghav Chadha

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, હરિયાણામાંથી લગભગ 105 MGD વેસ્ટ વોટર યમુનામાં અને 50 MGD ગંગાનું પાણી યુપીથી ઓખલા બેરેજમાં આવે છે. પાણીમાં ઔદ્યોગિક કચરો, ડીટરજન્ટ અને એમોનિયા હોય છે, જે ફીણ બનાવે છે. આ માટે યુપી અને હરિયાણાની ભાજપ સરકારોને જ જવાબદાર ઠેરવવી જોઈએ. વર્ષો સુધી અમે યુપી સરકારને સિંચાઈ ટેકનોલોજી, ઓર્ગેનિક ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પત્ર લખ્યા છે, પરંતુ ભાજપ સરકારોએ કોઈ ધ્યાન આપ્યું નથી.

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, દિલ્હી જલ બોર્ડ પોતની STPની ક્ષમતા વધારવા માટે સતત કામ કરી રહ્યું છે, જેથી ટ્રીટમેન્ટ ન કરાયેલું ગંદુ પાણી યમુનામાં છોડવામાં ન આવે પરંતુ હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોનું વલણ નિરાશાજનક છે.

ભાજપ AAPને જવાબદાર ગણે છે

ઉત્તર-પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના કાલિંદી કુંજમાં યમુનાના કિનારે ઝેરીલા ફીણની વચ્ચે છઠ કરી રહેલી મહિલાઓની તસવીરો શેર કરીને AAP સરકારને ઘેરી છે. તિવારીએ જણાવ્યું હતું કે, યમુના નદીની આજની તસવીરો ખૂબ જ ચિંતાજનક છે અને આ તસવીરો જણાવે છે કે, શા માટે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યમુના કિનારે પૂર્વાંચલીઓના આસ્થાના તહેવાર છઠ પૂજાની ઉજવણી અટકાવી દીધી હતી.

English summary
AAP Raghav Chadha on foam in Yamuna says polluted water is not Delhi UP and Haryana should blamed for this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X