For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુમાં રિલાયન્સના 100 સ્ટોર ખોલાવાનો ભારે વિરોધ, વેપારીઓએ આજે કર્યુ બંધનુ એલાન

જમ્મુમાં રિલાયન્સના 100 રિટેલ સ્ટોર ખોલવાનો વિરોધ થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુમાં રિલાયન્સના 100 રિટેલ સ્ટોર ખોલવાનો વિરોધ થઈ રહ્યો છે. મંગળવારે તમામ વેપારીઓ, રાજકીય દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. એટલુ જ નહિ રિલાયન્સ સ્ટોર ખોલવાના પ્રસ્તાવના વિરોધમાં આજે જમ્મુમાં બંધનુ એલાન કરવામાં આવ્યુછે. આ બંધને જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશન અને તમામ રાજકીય દળોને સમર્થન આપવામાં આવ્યુ છે. જમ્મુ ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ જમ્મુ બંધનુ આહ્વાન કર્યુ હતુ. જમ્મુમાં 100 રિલાયન્સના સ્ટોર ખોલવાના સરકારના નિર્ણયનો વિરોધ કરીને તેને ભાજપ સરકારની વેપાર વિરોધી નીતિ ગણાવી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવ્યા બાદ પ્રદેશમાં પહેલી વાર વેપારીઓએ બંધનુ એલાન કર્યુ છે.

jammu

અધિકૃત નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીર ચેમ્બર ઑફ કૉમર્સ ઑફ ઈન્ડસ્ટ્રી અને અન્ય વેપારી સંગઠનોએ બુધવારે જમ્મુમાં બંધનુ આહ્વાન કર્યુ છે. આ બંધ અમુક ખોટી નીતિઓના વિરોધમાં છે જેનાથી વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આશા છે કે એલજી મનોજ સિન્હા અને તેમનુ પ્રશાસન આ સમસ્યાનુ સંજ્ઞાન લેશે, જેના માટે વકીલ, વેપારી, ટ્રેડર, ખેડૂત, બેરોજગાર યુવાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ બંધને નેશનલ કૉન્ફરન્સ, કોંગ્રેસ, પેંથર્સ પાર્ટી, સીપીઆઈએમ, આપ, અપની પાર્ટીએ સમર્થન આપ્યુ છે.

English summary
Traders protest against opening of 100 reliance store called bandh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X