For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ વિચારે છે કે એક-બે વ્યક્તિથી ચાલી શકે છે દેશ: રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢના જગદલપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે બીજેપીના રાજમાં ગરીબોનું ભલુ થઇ શકતું નથી, વિપક્ષ એવુ વિચારે છે કે એક અથવા બે વ્યક્તિ દેશને ચલાવી શકે છે, જ્યારે કોંગ્રેસ દરેકને સાથે લઇને ચાલનારી પાર્ટી છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે જગદલપુરમાં આદિવાસી અધિકાર સમ્મેલનને સંબોધિત કરતા જણાવ્યું કે હિન્દુસ્તાનની રાજનીતિમાં બે વિચાર છે, જેમાં કોંગ્રેસનો વિચાર અધિકારનો વિચાર છે. કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે કે અહીં સામાન્ય વ્યક્તિને પણ અધિકાર મળે અને શક્તિ મળે. અત્રેનો સામાન્ય માણસ જ અહીની સરકાર અને દેશ ચલાવે છે. બીજી બાજું વિપક્ષનું વિચારવું છે કે માત્ર એક અથવા બે વ્યક્તિ જ દેશ ચલાવી શકે છે.

rahul gandhi
તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ઇચ્છે છે કે દેશમાં વિકાસ થાય. પરંતુ વિકાસની સાથે સાથે સામાન્ય વ્યક્તિને અધિકાર પણ મળે. અહીના લોકોને ભોજનનો અધિકાર મળે અને શિક્ષણનો અધિકાર મળે. એજ કારણ છે કે દેશમાં કોંગ્રેસની સરકારે ભોજનનો અધિકાર, શિક્ષણનો અધિકાર, અને કામનો અધિકાર જેવા કાયાદાઓ બનાવ્યા જેનાથી સામાન્ય વ્યક્તિનું જીવન સરળ બને. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી સામાન્ય વ્યક્તિ માટે લડે છે.

તે ગરીબ માટે લડે છે. જ્યારે વિકાસના નામ પર આદિવાસિયોની જમીન લેવામાં આવી અને તેમને પૂછવામાં ન્હોતું આવતું, ત્યારે અમે કહ્યું કે વિકાસના કામ થાય પરંતુ આદિવાસીઓની જમીન લીધા પહેલા તેમને પૂછી લેવામાં આવે. આ અંગે તેમની ઇચ્છા જાણવામાં આવે. આની સાથે જ રાજ્ય સરકાર પર ખૂબ બધા આરોપ લગાવતા જણાવ્યું કે કેન્દ્ર રાજ્યોને હજારો કરોડોનું પેકેજ આપે છે, પરંતુ રાજ્ય સરકાર યોગ્ય રીતે કામ નથી કરતી. તેમણે આદિવાદી યુવાનોને રાજનીતિમાં આવવા અને વિકાસના કાર્યોમાં ભાગ લેવા આહ્વાન કર્યું.

English summary
Congress vice president Rahul Gandhi Thursday said the Congress would implement the tribal bill after coming to power in Chhattisgarh to prevent illegal acquisition of tribal land.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X