
દેશને 'શહેનશાહ'ની જેમ ચલાવવાનો કર્યો પ્રયાસ, જાણો સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ વિશે 5 મોટી વાતો
નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી : હવે દેશના બંધારણનું મંદિર કહેવાતી સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણને કારણે વાતાવરણ ગરમાયું છે. ગયા બુધવારના રોજ જ્યારે રાહુલ ગાંધીને લોકસભામાં બોલવાની તક મળી, ત્યારે તેમણે કેન્દ્ર સરકારને ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે તેમણે ચીન અને પાકિસ્તાન વચ્ચેની ગાઢ મિત્રતા માટે મોદી સરકારને દોષી ઠેરવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશને 'શહેનશાહ'ની જેમ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધી અહીં જ નથી અટક્યા, તેમણે સંસદમાં પેગાસસ, બેરોજગારી અને ઉદ્યોગપતિઓ સાથે સરકારની મિત્રતા સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા.

1. તમારા કારણે ચીન-પાકિસ્તાન નજીક આવ્યા
લોકસભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, સરકારની ખોટી નીતિઓને કારણે ચીન અનેપાકિસ્તાન એક થયા છે.
વિદેશ નીતિની પ્રથમ પ્રાથમિકતા ચીન અને પાકિસ્તાનને એકબીજાથી અલગ રાખવાની છે. રાહુલના આ નિવેદનને કારણે હવે ભાજપ અનેકેન્દ્રીય મંત્રીઓમાં પણ ગભરાટ ફેલાયો છે.
|
2. મોદી સરકારમાં બે હિન્દુસ્તાન
પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વર્તમાન વહીવટમાં બે હિન્દુસ્તાન બની ગયા છે. તેમાંથી એક અમીરો માટે અને બીજુગરીબો માટે છે.
રાહુલે કહ્યું કે, શું તમને નથી લાગતું કે, તમે જે ગરીબ ભારતનું નિર્માણ કરી રહ્યા છો, તે ચૂપ રહેશે નહીં. આ ભારત જોઈ રહ્યું છે કે, આજે ભારતના 100સૌથી અમીર લોકો પાસે ભારતના 55 કરોડ લોકો કરતા વધુ સંપત્તિ છે, આ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે.

3. બે મોટા ઉદ્યોગપતિઓને નિશાન બનાવ્યા
કોંગ્રેસના નેતાએ દેશના બે મોટા ઉદ્યોગપતિઓને પણ આડે હાથ લીધા હતા, જો કે, તેમણે માત્ર ગૌતમ અદાણીનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના સમયેઅલગ-અલગ વેરિઅન્ટ આવે છે.
આ બે (ઔદ્યોગિક) પણ બે અલગ અલગ પ્રકારો છે. તે ભારતના અર્થતંત્રમાં ફેલાઈ રહ્યો છે. એક વ્યક્તિ તમામ બંદરો, એરપોર્ટ,પાવર, ટ્રાન્સમિશન, માઇનિંગ, ગ્રીન એનર્જી, ગેસ, ખાદ્ય તેલની વાત હોય ત્યાં અદાણી જી ચોક્કસથી જોઈ શકાય છે.

4. બેરોજગારી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગરીબ ભારતમાં આજે રોજગાર નથી. રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી વિશેએક પણ શબ્દ ન હતો.
વર્ષ 2021માં 30 મિલિયન યુવાનોએ રોજગાર ગુમાવ્યો, 50 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે ભારતમાં છે. તમે મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપઈન્ડિયાની વાત કરી, પરંતુ આપણા યુવાનોને જે રોજગાર મળવો જોઈએ તે મળ્યો નથી અને જે હતો એ પણ છીનવાઇ ગયો છે.

5. શહેનશાહની જેમ દેશ ચલાવવાનો પ્રયાસ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, દેશને શહેનશાહની જેમ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકારવિવિધ રાજ્યોના અવાજને દબાવી રહી છે, પરંતુ તેમને ખ્યાલ નથી કે, દેશના 'સંસ્થાકીય માળખા' પર હુમલાની પ્રતિક્રિયા આવી શકે છે.