For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિપ્લવ કુમારના જન્મસ્થળ અંગે વિકિપીડિયામાં 37 વાર ફેરફાર

અસમમાં એનઆરીસી ડ્રાફ્ટ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ શમ્યો નથી ત્યાં ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબના જન્મસ્થળ અંગે નવો વિવાદ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં એનઆરીસી ડ્રાફ્ટ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ શમ્યો નથી ત્યાં ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબના જન્મસ્થળ અંગે નવો વિવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં બિપ્લવ દેબના વિકિપીડિયા પેજને ગુરુવારથી શનિવાર વચ્ચે 37 વાર એડિટ કરવામાં આવ્યુ. ટીઓઆઈના જણાવ્યા અનુસાર તેમના પ્રોફાઈલમાં તેમનું જન્મસ્થળ બાંગ્લાદેશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. એટલુ જ નહિ વિકિપીડિયા પ્રોફાઈલ પર તેમનું જન્મસ્થળ ત્રિપુરાના ગોમતી જિલ્લાથી બદલીને વારંવાર બાંગ્લાદેશનું ચાંદપુર કરવામાં આવી રહ્યુ હતુ.

વિકિપીડિયા પ્રોફાઈલમાં ફેરફારથી થયો હોબાળો

વિકિપીડિયા પ્રોફાઈલમાં ફેરફારથી થયો હોબાળો

ટીઓઆઈમાં છપાયેલ રિપોર્ટ અનુસાર ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબના વિકિપીડિયા પ્રોફાઈલમાં સૌથી પહેલા ફેરફાર ગુરુવારે સવારે 10.38 કલાકે કરવામાં આવ્યો જેમાં બિપ્લવ દેબનું જન્મસ્થળ બાંગ્લાદેશના ચાંદપુરમા કછુઆ ઉપજિલ્લા સ્થિત રાજધર નગર કરી દેવામાં આવ્યુ. ત્યારબાદ બપોરે 1.11 કલાકે તેમનું જન્મસ્થળ રાજધર નગર ગામથી બદલીને ત્રિપુરાનો ગોમતી જિલ્લો કરી દેવામાં આવ્યુ. દેબના વિકિપીડિયા પ્રોફાઈલમાં બપોરે 2.37 કલાકે ફરીથી મોટો ફેરફાર કરવામાં આવ્યો. આ વખતે વિકિપીડિયાના 'Early Life' સેક્શનમાં ફેરફાર કરીને તેમનું જન્મસ્થળ બાંગ્લાદેશ જ બતાવવામાં આવ્યુ.

બાંગ્લાદેશનું ચાંદપુર બતાવવામાં આવી રહ્યુ હતુ જન્મસ્થળ

બાંગ્લાદેશનું ચાંદપુર બતાવવામાં આવી રહ્યુ હતુ જન્મસ્થળ

ત્યારબાદ ગુરુવારે વિકિપીડિયા પેજ પર ફેરફાર ચાલુ રહ્યો. આ ફેરફાર શુક્રવાર અને શનિવારે પણ ચાલુ રહ્યો. છેવટે શનિવારે રાતે તેમના પ્રોફાઈલ પર છેલ્લો ફેરફાર થયો જ્યારે તેમનું જન્મસ્થળ ત્રિપુરા લખવામાં આવ્યુ. આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબના મીડિયા સલાહકાર સંજય મિશ્રા સામે આવ્યા અને સમગ્ર મામલાને સ્પષ્ટ કર્યો.

શું બોલ્યા ત્રિપુરાના સીએમના મીડિયા સલાહકાર

શું બોલ્યા ત્રિપુરાના સીએમના મીડિયા સલાહકાર

સંજય મિશ્રાએ જણાવ્યુ કે વિકિપીડિયા પ્રોફાઈલમાં ફેરબદલની જાણકારી અમને ગુરુવારે જ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી બિપ્લવ દેબના પિતા હરધને નાગરિકતા અધિનિયન 1955 હેઠળ 27 જૂન, 1967 ના રોજ પોતાને ત્રિપુરાના ઉદયપુર નિવાસી તરીકે રજિસ્ટર કર્યા હતા. 25 નવેમ્બર, 1971 ના રોજ તત્કાલિન ઉદયપુર અને વર્તમાન ગોમતી જિલ્લામાં બિપ્લવનો જન્મ થયો હતો. તેમણે આગળ કહ્યુ કે અમને લાગે છે કે વિકિપીડિયા અને આવી બીજી સાઈટ્સનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. સંજય મિશ્રાએ આગળ કહ્યુ કે આ પ્રકારના પગલાં એ લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે જે વિકાસની રાજનીતિ પર વિશ્વાસ નથી કરતા.

English summary
Tripura Chief Minister Biplab kumar Deb birth place Wikipedia page NRC Draft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X