For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પાસેથી 'ગુડ ગવર્નેંસ'ના પાઠ શિખશે ત્રિપુરાની વામપંથી સરકારના મંત્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ડિસેમ્બર: વડપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનનો પાઠ હવે તેમના વિરોધીઓ પણ શિખવા માંગે છે. વામપંથની એકમાત્ર સરકારના મંત્રી દક્ષિણપંથી રાજકારણના નેતા પાસેથી સુશાસનના પાઠ ભણાશે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટને ગુડ ગર્વર્નેંસ પર સંબોધિત કરવા માટે આમંત્રણ આપ્યું છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી અને સીપીએમ પોલિત બ્યૂરોના સભ્ય માણિક સરકાર ઓગષ્ટમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારે તે પોતાની પાર્ટીની સેંટ્રલ કમિટીની મીટિંગમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. તે સમયે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રાજ્યના અન્ય મુદ્દાઓને લઇને તે ફરીથી વડાપ્રધાનને મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગરતલાથી 70 કિલોમીટર દૂર ઓએનજીસી અને ત્રિપુરા પાવર કંપની દ્વારા બનાવવામાં આવેલી 726 મેગાવોટ ક્ષમતાની પાવર યૂનિટનું ઉદઘાટન કરવા આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમારોહ બાદ માણિક સરકારના કેબિનેટ મંત્રી વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.

narendra-modi-as-pm-candidate

મુખ્યમંત્રી તરીકે માણિક સરકારનો આ ચોથો કાર્યકાળ છે. વર્ષ 2013માં યોજાયેલી ચૂંટણીમાં માણિક સરકારના નેતૃત્વમાં સીપીએમે રાજ્યની 60 માંથી 50 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે લેફ્ટ પોતાનો ગઢ માનનાર પશ્વિમ બંગાળ અને કેરળથી પણ બહાર થઇ ગઇ છે, તે સમયગાળામાં પણ માણિક સરકારે પોતાની પાર્ટીને 50 ટકા વોટ શેર અપાવ્યા. ભારતના સૌથી ગરીબ મુખ્યમંત્રીના નામથી ઓળખાતા સરકારે ચૂંટણી પહેલાં સોગંધનામામાં પોતાની સંપત્તિ 1,080 રૂપિયા કેશ અને 9,270 રૂપિયા બેંક બેલેંસ દર્શાવી હતી.

વડાપ્રધાનને મોકલવામાં આવેલા આ આમંત્રણથી માણિક સરકાર ઇચ્છે છે કે કેન્દ્રની સાથે સારા સંબંધો બનાવવામાં તે વિચારધારાને આડે આવવા દેવા માંગતા નથી. વડાપ્રધાન બનતાં જ નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ કરી દિધું હતું કે રાજ્યોના વિકાસના માર્ગમાં રાજકારણ માટે કોઇ સ્થાન નહી હોય.

English summary
In an unexpected move, Tripura Chief Minister Manik Sarkar, heading the only Leftist regime in the country, has invited Prime Minister Narendra Modi to address the state Cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X