For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાટીમાં વધુ 10,000 જવાનોની તૈનાતી પર શાહ ફૈઝલે કહ્યુ, ‘કંઈ મોટુ થવાનુ છે'

આઈએએસ અધિકારી રહેલા શાહ ફેસલે ટ્વીટ કરીને ઈશારો કર્યો છે કે સરકાર 35એ હટાવવા માટે કોઈ મોટુ પગલુ ઉઠાવવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં થોડા દિવસોની શાંતિ બાદ ફરીથી હલચલ વધી ગઈ છે. આ હલચલ વચ્ચે જ આઈએએસ અધિકારી રહેલા શાહ ફેઝલે ટ્વીટ કરીને ઈશારો કર્યો છે કે સરકાર 35એ હટાવવા માટે કોઈ મોટુ પગલુ ઉઠાવવા જઈ રહી છે. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ બે દિવસનો કાશ્મીર પ્રવાસ કરીને પાછા આવ્યા છે. તેમના બે દિવસીય કાશ્મીર પ્રવાસ બાદ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈને રાજ્યમાં વધુ 10,000 જવાનોની તૈનાતી માટે મોકલી દીધા છે.

શું હટાવવામાં આવશે 35એ

શાહ ફૈઝલે ટ્વીટ કરીને કહ્યુ, ‘ઘાટીમાં અચાનક સુરક્ષાબળોની 100થી વધુ કંપનીઓની તૈનાતી કેમ થઈ રહી છે, આ વિશે કોઈને જાણકારી નથી, સાથે જ તેમણે કહ્યુ કે આ અંગેની અફવાઓ છે કે ઘાટીમાં કંઈક મોટુ ભયાનક થવાનુ છે. શું આ અનુચ્છેદ 35એ વિશે છે?' જો કે સરકારનુ કહેવુ છે કે અર્ધસૈનિક બળોના આ જવાનોને ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા માટે એન્ટી ટેરરિસ્ટ ઑપરેશન્સને વધુ શક્તિશાળી બનાવવાના હેતુથી રવાના કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઘાટીમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલુ છે અને આ વર્ષે ગરમીઓમાં અહીં થોડી શાંતિ છે.

નૉર્થ કાશ્મીરમાં ઓછા જવાન

નૉર્થ કાશ્મીરમાં ઓછા જવાન

ઘાટીમાં વધુ બલોની તૈનાતી પર જમ્મુ કાશ્મીર પોલિસના ડીજીપી દિલબાગ સિંહે નૉર્થ કાશ્મીરમાં જવાનોની ઓછી સંખ્યાનો હવાલો આપ્યો છે. ડીજીપી દિલબાગે જણાવ્યુ કે તેમના તરફથી ઘાટીમાં વધુ જવાનો માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે આ વધુ જવાનોને નૉર્થ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવશે. વળી, ગૃહ મંત્રાલય તરફથી એક આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે વધુ સુરક્ષાબળોને કાશ્મીરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા ઉપરાંત ‘કાઉન્ટર ઈનસર્જન્ટ ગ્રિડ'ને મજબૂત કરવા માટે તૈનાત કરવામાં આવશે.

જવાનોને કરવામાં આવી રહ્યા છે એરલિફ્ટ

જવાનોને કરવામાં આવી રહ્યા છે એરલિફ્ટ

સૂત્રોએ તો ત્યાં સુધી જાણકારી આપી છે કે દેશના અલગ અલગ ભાગોમાંથી જવાનોને એરલિફ્ટ કરીને કાશ્મીર લઈ જવામાં આવી રહ્યા છે. આના પર ડીજીપીનુ કહેવુ છે કે નૉર્થ કાશ્મીરમાં જવાનોની સંખ્યા ઓછી છે અને માટે વધુ જવાનોની જરૂર છે. 100 કંપનીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને આવુ અમારા અનુરોધ પર થયુ છે. હાલમાં જ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે લગભગ 40,000 વધુ સુરક્ષાબળોને ઘાટીમાં તૈનાતી માટે મોકલવામાં આવ્યા હતા. એવામાં પહેલાથી જ્યારે આટલા જવાન ઘાટીમાં હાજર છે તો 10,000 વધુ જવાનોની તૈનાતી થોડુ ચોંકાવનારુ છે.

આ પણ વાંચોઃ અબ્દુલ કલામ પુણ્યતિથિઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના 12 મહત્વપૂર્ણ કોટ્સઆ પણ વાંચોઃ અબ્દુલ કલામ પુણ્યતિથિઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના 12 મહત્વપૂર્ણ કોટ્સ

પુલવામા હુમલા બાદ થઈ હતી આવી તૈનાતી

પુલવામા હુમલા બાદ થઈ હતી આવી તૈનાતી

24 ફેબ્રુઆરીના રોજ એટલે કે પુલવામા આતંકી હુમલાના 10 દિવસ બાદ પેરામિલિટ્રી ફોર્સિસની 100 કંપનીઓને એરલિફ્ટ કરવામાં આવી હતી અને ઘાટીમાં તૈનાત કરવામાં આવી હતી. સરકાર તરફથી એ સમયે કહેવામાં આવ્યુ હતુ કે આ સુરક્ષાબળોને એપ્રિલ અને મેમાં થનાર લોકસભા ચૂંટણીના કારણે તૈનાત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સરકારે અહીં જમાત-એ-ઈસ્લામીને બેન કરી કરી દીધુ અ રાજ્યમાં આ સંગઠનના સમર્થકો પર કડક કાર્યવાહી કરી. દિલબાગ સિંહના જણાવ્યા મુજબ ટ્રૂપ્સના ડિપ્લોયમેન્ટ વિશે બીજી કોઈ અટકળો ન લગાવવી જોઈએ.

English summary
Troops are being airlifted to Kashmir Is Article 35A set to go.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X