તૃપ્તિ દેસાઈએ યુવકની ચપ્પલથી કરી ધુલાઈ, વીડિયો વાયરલ..
મહિલાઓના અધિકારો માટે લડવાવાળી ભૂમાતા બ્રિગેડની ચીફ તૃપ્તિ દેસાઈ ફરી એકવાર સમાચારોમાં આવી ગયી છે. આ વખતે તે કોઈ મંદિરમાં પ્રવેશને લઈને નહિ પરંતુ એક યુવકની બધીની વચ્ચે ચપ્પલથી ધુલાઈ કરવાના મામલે ચર્ચામાં આવી છે. તૃપ્તિ દેસાઈનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પાર ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં તૃપ્તિ દેસાઈ સાથે બીજી એક મહિલા પણ જોવા મળી રહી છે. જે વચ્ચે વચ્ચે તે યુવકને મારી રહી છે. 16 સેકન્ડનો આ વીડિયો પુણેના શિકરાપુરનો જણાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ યુવકે મહિલાને લગ્નનું વચન આપીને તેનું યૌન શોષણ કર્યું.

યુવકે તે મહિલાને ગર્ભવતી કરી અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી. જયારે આ વાત તૃપ્તિ દેસાઈ સુધી પહોંચી ત્યારે તેમને તે યુવકને સમજાવવાની કોસીસ કરી. જયારે તે યુવક ના માન્યો ત્યારે તેની ચપ્પલથી ધુલાઈ કરી નાખી.
જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
