For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના સૌથી વિશાળ અજગરે 257 લોકોના જીવ લીધા, જાણો શું છે હકિકત

દુનિયાના સૌથી વિશાળ અજગરે 257 લોકોના જીવ લીધા, જાણો શું છે હકિકત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક સાપની તસવીર ભારે વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુનિયાનો સૌથી વિશાળ સાપ છે. તસવીરને પોસ્ટ કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અજગર અત્યાર સુધીમાં 257 લોકોના જીવ લઈ ચૂક્યો છે. પરંતુ શું હકીકતમાં આવું બન્યું છે? જાણો શું છે આ દાવા પાછળનું સત્ય?

2367 કિલો વજન ધરાવતો અજગર?

2367 કિલો વજન ધરાવતો અજગર?

જણાવી દઈએ કે જે અજગરની તસવીરને લોકો સાચી સમજી રહ્યા છે તે હકિકતમાં સાચી નથી. તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એનાકોન્ડા સાપ છે અને તેને આફ્રિકાની એમેઝોન નદી પર શોધવામાં આવ્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અજગર 134 ફીટ લાંબો, અને 2367 કિલો વજન ધરાવે છે. તેણે માણસોની સાથોસાથ 2325 જાનવરોનો પણ જીવ લીધો છે. આ તસવીર માત્ર અત્યારે જ વાયરલ નથી થઈ બલકે વર્ષ 2015માં પણ વાયરલ થઈ હતી. એક ફેસબૂક યૂઝરે આ તસવીરને વર્ષ 2015માં શેર કરી હતી.

મારવામાં 37 દિવસનો સમય

કેટલાય લોકો તસવીરની સાથે એમ પણ લખી રહ્યા છે કે આફ્રિકાના રૉયલ બ્રિટિશ કમાંડોને આ સાપ મારવામાં 37 દિવસનો સમય લાગ્યો છે. એટલે કે તસવીરને ખુબ શેર કરવામાં આવી રહી છે અને તેની સાથે જ વિવિધ પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે આ તસવીર પણ સાચી નથી અને તેની સાથે કરવામાં આવી રહેલ દાવો પણ સાચો નથી.

એમેઝોન નદી પાસે મળ્યો

એમેઝોન નદી પાસે મળ્યો

આની તપાસ કરવા પર માલૂમ પડ્યું કે આ એક સામાન્ય એનાકોન્ડા છે, તસવીર એડિટ કરવામાં આવી છે અને તેની આસપાસ લોકો ઉભા હોય તેવું દેખાડવામાં આવ્યું. આ સાપ આફ્રિકાની એમેજોન નદી પાસે મળ્યો હોવાનો દાવો પણ ખોટો છે. કેમ કે દક્ષિણ આફ્રિકા કે આફ્રિકામાં એમેઝોન નદી આવેલી જ નથી.

વજન 550 કિલોગ્રામ

વજન 550 કિલોગ્રામ

જ્યારે આ સાપના વજન અને લંબાઈને લઈને જે દાવા કરવામાં આવી રહ્યા છે તે પણ ખોટા છે. નેશનલ જિયોગ્રાફિક મુજબ દુનિયાનો સૌથી વિશાળ સાપ ગ્રીન એનાકોન્ડા છે. જેનું વજન 550 કિલોગ્રામ છે. જે આ પોસ્ટથી ઘણો અલગ છે. જ્યારે સાપે મોટી સંખ્યામાં માણસોના અને જાનવરોના જીવ લીધા હોવાનો દાવો કરામાં આવી રહ્યો છે, તેવો કોઈ પણ રિપોર્ટ ઈન્ટરનેટ પર જોવા મળ્યો નથી. આ ઉપરાંત પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આફ્રિકાના રૉયલ કમાંડોએ સાપને માર્યો છે. પરંતુ દુનિયામાં આ નામનું એકેય સંગઠન જ નથી. તો દુનિયાની સૌથી મોટા સાપની વાયરલ થઈ રહેલી આ તસવીરનો દાવો ખોટો છે.

<strong>ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનુ અપહરણ કરી 9 દિવસ સુધી 3 જણે કર્યો હતો બળાત્કાર</strong>ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનુ અપહરણ કરી 9 દિવસ સુધી 3 જણે કર્યો હતો બળાત્કાર

English summary
truth behind viral picture that claiming snake killed 257 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X