દેવાના દેવમાં રામની ભૂમિકા ભજવનાર પીયૂષની રેપ કેસમાં ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

ટીવી અભિનેતા પીયૂષ સહદેવને મુંબઇ પોલીસે તેની સાથી અભિનેત્રીના રેપ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પીયૂષ સહદેવે લાઇફ ઓકે ચેનલ પર આવતી સીરિયલ દેવો કે દેવ મહાદેવમાં ભગવાન રામની ભૂમિકા ભજવી છે. અને આ ઉપરાંત પણ એકતા કપૂરની અનેક સીરિયલોમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. અને તે તેમની આ ભૂમિકાઓના કારણે પ્રખ્યાત પણ થઇ ચૂક્યા છે. ત્યારે તેમની એક મહિલા ટીવી અભિનેત્રીના રેપના આરોપમાં વર્સોવા પોલીસે ધરપકડ કરી છે. આ વાતની વર્સોવા પોલીસે પણ પૃષ્ઠી કરી છે.

Piyush Sahdev

વર્સોવા પોલીસના વરિષ્ઠ ઇસ્પેક્ટર કિરણ કાલેનું કહેવું છે કે પીયૂષ વિરુદ્ધ 20 નવેમ્બરના રોજ બળાત્કાર મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ મામલે 22 નવેમ્બરના રોજ પીયૂષની ધરપકડ કરીને તેને કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યો હતો. અને કોર્ટે તેને 27મી નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. પીયૂષની ધરપકડને લઇને તેનો પરિવાર પણ કંઇ જ કહેવાની ના પાડી રહ્યો છે. પિયૂષના પિતા કુલવીર સિંહે જણાવ્યું છે કે તે આ ઘટના મામલે કંઇ નથી જાણતા. અને તેના મોટા ભાઇ ગિરીશે પણ આ મામલે કંઇ કહેવાની ના પાડી છે. પીયૂષના 2012માં લગ્ન થયા હતા અને હવે તે અને તેમની પત્ની એકબીજાથી અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે પીયૂષે તેના કેરિયરની શરૂઆત 2007માં જી ટીવી શો હર ઘર કુછ કહેતા હૈથી કરી હતી. 2008માં સોની ટીવી શો મીત મીલા દે રબ્બામાં તેમણે લીડ રોલ કર્યો હતો. અને તે પછી પણ તેમણે અનેક ટીવી શોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

English summary
tv actor piyush sahdev arrested on rape charge.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.