For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી રેટિંગ હેરાફેરી કેસઃ Republic TVના સીઈઓ પૂછપરછ માટે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઑફિસે પહોંચ્યા

ટીવી રેટિંગ હેરાફેરી કેસઃ Republic TVના સીઈઓ પૂછપરછ માટે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઑફિસે પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવી રેટિંગમાં હેરાફેરી (Rigged Rating Case) મામલે રિપબ્લિક ટીવી (Republic TV)ના મુખ્ય કાર્યકારી અધિકારી વિકાસ ખનચંદાની રવિવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઑફિસે પહોંચ્યા. આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ મુંબઈ પોલીસે આ મામલે વિકાસ ખનચંદાનીને સમન જાહેર કર્યું હતું. જ્યારે રિપબ્લિક ટીવીના સીએફઓ શિવ સુબ્રમણ્યમ સુંદરમે હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે.

mumbai police commissioner

રિપબ્લિક ટીવીના મુખ્ય નાણા અધિકારી શિવ સુબ્રમણ્યમ સુંદરમે શનિવારે કહ્યું હતું કે 16 ઓક્ટોબર સુધી તેમની અપોઈનમેન્ટ પહેલેથી જ નિર્ધારિત છે. માટે તેમણે અન્ય કોઈ તારીખ આપવાનો આગ્રહ કર્યો છે. જ્યારે બીજી તરફ તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. તેમણે શનિવારે શીર્ષ ન્યાયાલયમાં અરજી દાખલ કરી આ મામલે જલદી સુનાવણી કરવાની માંગ કરી છે. અરજીમાં મુંબઈ પોલીસના સમનને પડકાર ફેંકવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે ખુલાસો કર્યો હતો અને તેમાં ત્રણ ચેનલ વિરુદ્ધ ફરિયાદ મળવાની વાત કહી હતી જેમાં રિપબ્લિક ટીવીનું નામ પણ સામેલ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે એ વાતની તપાસ થઈ રહી છે કે ચેનલે પોતાના રેટિંગ વધારવા માટે દર્શકોને પૈસા આપ્યા જેથી તેને જાહેરાતથી વધુ આવક થઈ શકે.

ખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ નિકાસમાં રેકોર્ડતોડ વધારો નોંધાયોખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ નિકાસમાં રેકોર્ડતોડ વધારો નોંધાયો

મુંબઈ પોલીસ કમિશ્નરે દાવો કર્યો હતો કે બે નાની ચેનલ ફક્ત મરાઠી અને બૉક્સ સિનેમાના માલિકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને રિપબ્લિક ટીવીની તપાસ ચાલી રહી છે.

English summary
TV rating rigging case: Republic TV CEO arrives at Mumbai Crime Branch office for questioning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X