For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Twitter ની તાત્કાલિક પાસવર્ડ બદલવાની યૂઝર્સને અપીલ, ડેટા ચોરીનો ડર

ડેટા ચોરી અને ડિજિટલ સિક્યોરિટી પર દુનિયાભરમાં થઈ રહેલી ચર્ચા વચ્ચે ટ્વિટરે ગુરુવારે પોતાના 33 કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ડેટા ચોરી અને ડિજિટલ સિક્યોરિટી પર દુનિયાભરમાં થઈ રહેલી ચર્ચા વચ્ચે ટ્વિટરે ગુરુવારે પોતાના 33 કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યુ છે. કંપનીએ પોતાના ટ્વિટર હેન્ડલરને જણાવ્યુ કે સોફ્ટવેરમાં એક વાયરસ હોવાને કારણે ડેટાનો ખોટો ઉપયોગ ન થાય એટલા માટે યુઝર્સને તેમના પાસવર્ડ બદલવા માટે કહેવામાં આવી રહ્યુ છે. જો કે કંપનીએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ વાયરસને હવે રિપેર કરી દેવામાં આવ્યુ છે. ગુરુવારે સાંજથી યુઝર્સે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યુ તો તેમને પાસવર્ડ બદલવાની સલાહવાળુ એક નોટિફિકેશન જોયુ. કંપનીએ આ નોટિફિકેશન પોતાના બધા 33 કરોડ યુઝર્સને મોકલ્યુ છે. યુઝર્સનો ટ્વિટરમાંથી ડેટા ચોરી ન થાય તેના માટે આ નોટિફિકેશન મોકલવામાં આવી હતી. આના માટે કંપનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લોગની એક લિંક ટ્વિટ પણ કરી હતી.

twitter

કંપનીએ ટ્વિટ કરીને લખ્યુ કે, અમને હાલમાં એવા વાયરસ વિશે જાણવા મળ્યુ છે જે ઈન્ટરનલ લૉગમાં પાસવર્ડ ચોરી કરી રહ્યો હતો. જો કે અમે વાયરસ ઠીક કરી દીધો છે અને ડેટા ચોરીના ખોટા ઉપયોગ જેવુ કંઈ થયુ નથી. જો કે સાવધાની રૂપે તે બધી જ સર્વિસનો પાસવર્ડ બદલી દો જ્યાં આ પાસવર્ડનો ઉપયોગ થયો હોય. બ્લોગ પર કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર પરાગ અગ્રવાલે કહ્યુ કે આ વાયરસની માહિતી ટ્વિટરે જ મેળવી છે અને બધા પાસવર્ડ હટાવી લેવામાં આવ્યા છે. વળી, ભવિષ્યમાં આવુ ફરીવાર ન થાય તે માટે સાવધાની રાખવામાં આવી રહી છે.

કંપનીએ આ માટે યૂઝર્સની માફી પણ માંગી છે. અગ્રવાલે કહ્યુ કે, આવુ થયુ તેના માટે અમે માફી માંગીએ છીએ. હાલમાં દુનિયામાં સોશિયલ મીડિયા વેબસાઈટ્સ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કેમ્બ્રિજ એનાલિટીકા દ્વારા ફેસબુકના 5 કરોડ યુઝર્સનો ડેટા એમની મરજી વગર ઉપયોગ કરાયા બાદ બધી કંપનીઓ પર શંકા કરવામાં આવી રહી છે. બ્રિટિશ ફર્મ કેમ્બ્રિજ એનાલિટીકાએ ફેસબુકના 5 કરોડ યુઝર્સનો પર્સનલ ડેટા તેમની મરજી વગર ઉપયોગ કર્યો હતો. આને અત્યાર સુધીની સૌથી મોટી ડેટા ચોરી કહેવામાં આવી રહી છે. સમાચાર આવ્યા બાદ કંપનીના સીઈઓ માર્ક ઝૂકરબર્ગે પોતાની ભૂલ માનીને સાર્વજનિક રૂપે માફી માંગી હતી. ત્યારબાદ યુઝર્સે ટ્વિટર પર #DeleteFacebook કેમ્પેઈન ચલાવ્યુ હતુ જેના પરિણામે યુઝર્સ પોતાનું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી રહ્યા હતા. જો કે ટ્વિટર પર યુઝર્સની વધુ પર્સનલ જાણકારી હોતી નથી.

English summary
twitter asks 330-million users change password as the bug in internal log stores it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X