For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રસાર ભારતી સીઈઓ, કિસાન મોરચા સહિત ઘણા અકાઉન્ટ બેન કરવા અંગે ટ્વિટરે આપ્યો આ જવાબ

પ્રસાર ભારતી સીઈઓ, કિસાન મોરચા સહિત ઘણા અકાઉન્ટ બેન કરવા અંગે ટ્વિટરે જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટ્વિટર ઈન્ડિયાએ પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર વેંપતિ, અભિનેતા સુશાંત સિંહ, કિસાન એકતા મોરચા સહિત ઘણા લોકોના ટ્વિટર હેન્ડલ પર રોક લગાવી દીધી છે. 26 જાન્યુઆરીએ દિલ્લીમાં થયેલી હિંસા સાથે સંબંધિત ટ્વિટસ માટે આ રોક લગાવવામાં આવી છે. આ અકાઉન્ટ્સ પર ક્લિક કરવા પર લખ્યુ છે કે ભારતમાં કાનૂની માંગના જવાબમાં રોક લગાવી દેવામાં આવી છે. પ્રસાર ભારતીએ આના માટે ટવિટર પાસેથી જવાબ માંગ્યો છે. જેનાપર ટ્વિટર તરફથી જવાબ આવ્યો છે. ટ્વિટરે કહ્યુ કે જો કોઈ અધિકૃત એન્ટિટી તરફથી કહેવામાં આવે તો અમારે રોક લગાવવાની હોય છે.

twitter

ટ્વિટર તરફથી કહેવામાં આવ્યુ છે કે અમારો પ્રયાસ રહે છે કે બધા લોકોને અમે સરળતાથી સેવાઓ આપીએ પરંતુ કોઈ ઑથોરાઈઝ્ડ એકમ તરફથી અનુરોધ આવે તો અમારે એ દેશમાં એ ખાસ કન્ટેન્ટ પર રોક લગાવવી પડે છે. અભિવ્યક્તિની આઝાદી બચાવવા માટે પારદર્શિતા પણ હોવી જરૂરી છે. માટે કન્ટેન્ટ પર રોક લગાવવા માટે અમારી એક પૉલિસી છે. આના માટે રિક્વેસ્ટ મળવા પર અમે પ્રભાવિત અકાઉન્ટ હોલ્ડર્સને નોટિફાઈ કરી દઈશુ.

તમને જણાવી દઈએ કે ટ્વિટરે ઘણા ટ્વિટર અકાઉન્ટને વિધહેલ્ડ કર્યા છે એટલે કે રોક લગાવી છે. આમાં ભારતની સૌથી મોટી પલ્બિક બ્રૉડકાસ્ટીંગ સર્વિસ પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર વેંપતિ ઉપરાંત મોહમ્મદ સલીમ, સીપીઆઈ(એમ) ના પૂર્વ રાજ્યસભા સાંસદ, પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર, અભિનેતા સુશાંત સિંહ, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ આરતી, રાજકીય કાર્યકર્તા હંસરાજ મીણા, સંજુક્તા બાસુ, મોહમ્મદ આસિફ ખાન શામેલ છે. આ ઉપરાંત ખેડૂત એકતા મોરચા અને ધ કારવાંના ટ્વિટર હેન્ડલ બંધ કર્યા છે.

સરકારના નિર્દેશ પર બંધ કરવામાં આવ્યા 250 ટ્વિટર અકાઉન્ટ્સસરકારના નિર્દેશ પર બંધ કરવામાં આવ્યા 250 ટ્વિટર અકાઉન્ટ્સ

English summary
Twitter on withholding Prasar Bharti ceo and other prominent twitter accounts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X