ગુરમેહરે મહિલા દિવસની શુભકામનાઓ આપતાં ફરી ભડક્યા લોકો

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી વિશ્વવિદ્યાલય ની રામજસ કૉલેજમાં જવાહર લાલ નેહરુ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી ઉમર ખાલિદ અને શહલા રાશિદને એક સેમિનારમાં બોલાવવામાં આવ્યા હતા, જેના વિરોધમાં ઊભા થયેલા વિવાદ અને હોબાળા પર કરવામાં આવેલી ટિપ્પણીને કારણે ગુરમેહર કૌર સમાચારમાં આવી હતી. દિલ્હી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની ગુરમેહર કૌર આ વિવાદ પર ટિપ્પણી કરવાને કારણે તે સમાચારમા આવી હતી. આજે ગુરમેહર કૌરે ટ્વીટર પર વિશ્વ મહિલા દિવસ ની શુભકામના પાઠવી હતી.

gurmehar kaur

ગુરમેહર કૌરે મહિલા દિવસ નિમિત્તે શુભકામના પાઠવતાં કહ્યું હતું કે, આપણે કોઇ હીરોની રાહ નથી જોતા. આપણે જાતે હીરો બન્યા છીએ. મહિલા દિવસની શુભકામનાઓ.

મેહરના આ ટ્વીટ પર લોકોએ પોતાની પ્રક્રિયા આપી છે. રિતેશ સિંહે લખ્યું હતું કે, આપણી સેના આપણો હીરો છે, ના કે કોઇ ઠગ. ઉલ્લેખનીય છે કે, ગુરમેહર કૌરના પિતા ભારતીય સેનામાં કામગીરી બજાવતા હતા અને કારગિલ યુદ્ધમાં દેશની સેવા કરતા જ તેમનો જીવ ગયો હતો.

ritesh singh

એન શર્માએ કહ્યું કે, 'તું હીરો ન બની શકે, કારણ કે તું માત્ર દેશદ્રોહીઓની હિરોઇન છે.' ગુરમેહરે એબીવીપીના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુરમેહરે એક સોશિયલ કેમ્પેન શરૂ કર્યું હતું, જે બાદ ઘણા લોકોએ તેને દેશદ્રોહી ઠેરવી હતી.

n sharma

રાહુલે લખ્યું છે, 'ઓહ! હવે અમારી પાસે બુરહાન અને ઉમર ખાલિદ જેવા હીરો છે! મહિલા દિવસની શુભકામનાઓ ગુરમેહર.' દિલ્હી યુનિવર્સિટીના એક સેમિનારમાં ઉમર ખાલિદને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનો એબીવીપીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓના વિરોધને ગુરમેહરે વખોડ્યો હતો.

rahul

નયને લખ્યું છે કે, 'તમે પહેલા માણસ તો બનો, હીરો પછી બનજો. આવી મોટી હિરોઇન!' ગુરમેહરે આ મામલે પોતાનો વિરોધ નોંધાવતા તેને સોશિયલ મીડિયા પર ધિક્કારભરી અને અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

nayan

અહીં વાંચો - દીવમાં 1000 પુરૂષો સામે 1040 મહિલઓઃ મોદી

ઉલ્લેખનીય છે કે, ડીયુની વિદ્યાર્થીની ગુરમેહર કૌરે એબીવીપી પર સવાલ કર્યો હતો, જે પછી સોશિયલ મીડિયા પર ધમકીઓ મળવા માંડી હતી. ગુરમેહરે એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, મારા પિતાને પાકિસ્તાને નહીં, યુદ્ધે માર્યા છે. એ પછીથી સોશિયલ મીડિયા પર લોકોએ ગુરમેહને નિશાન બનાવી હતી. અનેક ધમકીઓ અને ટિપ્પણીઓથી કંટાળીને આખરે ગુરમેહરે આ કેમ્પેનમાંથી પોતાનું નામ ખસેડી લીધું હતું.

English summary
Twitter users attack on Gurmehar Kaur, who opposed ABVP in Ramjas college matter, international women's day.
Please Wait while comments are loading...