મોદીને લઇને નેતાઓમાં છેડાયું ટ્વિટર યુદ્ધ
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : એક બાજુ જ્યાં નરેન્દ્ર મોદીની પીએમ ઉમેદવારીને લઇને બીજેપીમાં મહાભારત જારી છે. ત્યારે બીજી બાજું ટ્વિટર પર નેતાઓ પોત-પોતાનો પક્ષ રાખવામાં આવી રહ્યો છે. કોઇ નરેન્દ્ર મોદીના પક્ષમાં લખી રહ્યું છે તો કોઇ લાલકૃષ્ણ અડવાણીની સાથે છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પણ બીજેપી પર નિશાનો સાધી રહી છે.
કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહ ટ્વિટર પર લખે છે છે કે રાહુલ ગાંધી જનતાની પસંદ છે, મોદી આરએસએસની અને અડવાણી બીજેપીની. કોંગ્રેસ નેતા શકીલ અહમદે લખ્યું છે કે - જ્યારે મોદી ભ્રષ્ટાચારની વાત કરે છે તો બીજેપીના બંગારુ, ગડકરી, નિશંક, ધૂમલ, યેદીયુરપ્પા અને બોખીરિયા વગેરેને ભૂલી જાય છે. તેઓ લોકાયુક્તથી શા માટે ડરે છે?

બીજેપી નેતા સુબ્રહ્મમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું છે કે '1996માં અડવાણી પ્રધાનમંત્રી પદમાં પસંદ હતા. પરંતુ ત્યારે તેમણે બલિદાન આપવું યોગ્ય સમજ્યું હતું. એવામાં એવું કહેવું ખોટું છે કે તેની પાછળ પ્રધાનમંત્રી બનવાની ઇચ્છા છે.'












Click it and Unblock the Notifications
