For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પોલીસે દબોચ્યા બે સંદિગ્ધ આતંકી, ગણતંત્ર દિવસ પર પર હુમલાનું ષડયંત્ર હતું

દિલ્હી પોલીસે દબોચ્યા બે સંદિગ્ધ આતંકી, હતી હુમલાની યોજના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના આગલા દિવસે શઉક્રવારે દિલ્હી પોલીસની એક સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના બે આંતકવાદીઓને દબોચી લીધા છે. ડરાવનાર વાત એ છે કે આ આતંકી 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ધમાકો કરવાના ઈરાદેથી આવ્યા હતા. જો તેઓ આ હુમલો કરવામાં આતંકવાદીઓ સફળ થઈ જાત તો રાજધાનીમાં મોતનો કહેર મચે તેમ હતું. બંને આતંકવાદીઓની ઓળખ અબ્દુલ લતીફ (29) અને હિલાલ અહમદ ભટ (26) તરીકે થઈ છે.

આ ષડયંત્ર સાથે દિલ્હી આવ્યા હતા આતંકવાદી

આ ષડયંત્ર સાથે દિલ્હી આવ્યા હતા આતંકવાદી

પોલીસની સ્પેશિયલ સેલની પકડમાં આવેલા આ આતંકવાદીઓ ઈન્ડિયા ગેટ, રાજઘાટ, લાજપત નગર માર્કેટ, પાલિકા બજાર અને રાજપથ પર ગ્રેનેટથી હુમલો કરવાના હતા. જણાવી દઈએ કે આ બધા જ વિસ્તાર ભીડભાડ વાળા વિસ્તાર છે, જેથી મોટી સંખ્યામાં જાનહાની થવાની આશંકા પણ હતી. જો કે બંને આતંકવાદીઓની ધરપકડ બાદ આ હુમલાને ટાળી શકાયો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.

આતંકીઓ પાસેથી ગ્રેનેડ મળી આવ્યા

આતંકીઓ પાસેથી ગ્રેનેડ મળી આવ્યા

પોલીસે જણવ્યા મુજબ બંને આતંકીઓ પાસે શક્તિશાળી ગ્રેનેડ મળી આવ્યા છે. આતંકીઓ જમ્મુ અને કાશ્મીરથી ગ્રેનેડ અને હથિયાર લાવ્યા હતા. આ આતંકવાદીઓએ ગણતંત્ર દિવસ પર ધમાકો કરવા માટે રાજધાની દિલ્હીની કુલ 5 જગ્યાની રેકી કરી હતી. જેમાં ભીડભાડ વાળા વિસ્તારોમાં ખાસ ફોકસ રાખવામાં આ્યું હતું. જેનાથી ધમાકો થવા પર વધુમાં વધુ લોકોના જીવ જાય તેમ હતું. હુમલા માટે આતંકવાદીઓએ નવેમ્બરમાં જ રેકી કરી લીધી હતી.

પકડાયા આતંકવાદીઓ

પકડાયા આતંકવાદીઓ

પકડાયેલ આતંકવાદીઓમાંથી એક અબ્દુલ લાતિફ જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 5-6 મહિનામાં જેટલા પણ ગ્રેનેડ હુમલા થયા તેનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. એવામાં તેમને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવો પડ્યો.

WHOએ આપી ચેતવણી, 2019માં આ 10 બીમારી લઈ શકે છે કરોડો જીવWHOએ આપી ચેતવણી, 2019માં આ 10 બીમારી લઈ શકે છે કરોડો જીવ

English summary
two terrorist of jaish e muhammad caught by delhi police, had conspiracy for republic day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X