For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ: ટાયર પંક્ચર ના થયુ હોત તો 42 લોકો મરી જાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 26 જૂન: ઉત્તરાખંડથી સકુશળ ઉત્તર પ્રદેશ પરત ફરેલા એક શ્રદ્ધાળુ શિવનારાયણે જણાવ્યું હતું કે તે જે બસમાં કેદારનાથ ધામ માટે જઇ રહ્યાં હતા, તે ઉત્તરકાશીથી લગભગ સાત કિલોમીટર પહેલાં આઇટીબીપી કેમ્પમાં ઉભી રહી અને જ્યારે ત્યાંથી રવાના થઇ તો પંક્ચર પડી ગયું. બસમાં સવાર બધા યાત્રીઓને ફરી કેમ્પમાં રોકાવવું પડ્યું હતું, જેથી પૂરના દિવસે 42 યાત્રાળુઓનો જીવ બચી ગયો.

ઉત્તરાખંડ ત્રાસદીથી બચેલા શિવનારાયણની આંખોમાં હજુ સુધી ભયાનક દ્રશ્ય દેખાઇ રહ્યું છે. લગભગ બે અઠવાડિયા બાદ સકુશળ પરત ફરેલા શિવનારાયણે ઉત્તરાખંડની સ્થિતી તથા ત્યાંની વિષમ પરિસ્થિતીઓ વિશે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના ફતેપુર જનપદના બ્લોક ખજુહા અંતગર્ત ગ્રામસભા છીછાના નિવાસી 57 વર્ષીય શિવનારાયણ ઉર્ફે પુત્તન સિંહ 10 જૂનના બાંધા જનપદથી 42 યાત્રીઓ સાથે પ્રવાસી બસથી કેદારનાથ ધામ માટે રવાના થયા.

હરિદ્વાર-ઋષિકેશ થઇને ઉત્તરકાશીથી લગભગ સાત કિલોમીટર પહેલાં આઇટીબીપીના કેમ્પ પાસે બસ રોકાઇ. આગળની યાત્રા માટે બસ રવાના થવાની હતી કે ત્યારે ડ્રાઇવરે ટાયર પંક્ચરની સૂચના આપી. બધા યાત્રાળુને રાત તે કેમ્પમાં વિતાવવાનું યોગ્ય સમજ્યું.

gupt-kashi

શિવનારાયણે જણાવ્યું હતું કે ત્રણ-ત્રણ માળની બિલ્ડિંગો એવી રીતે તૂટી પડી કે દિલ હચમચી ઉઠે. આવી ભયાનક તબાહીનું દ્રશ્ય ક્યારેય જોયુ નથી અને ના તો તેમના જીવનમાં જોવા મળશે. તે લગભગ બે અઠવાડિયા સુધી ફસાયેલા રહ્યાં. તેમના વિશે જાણકારી માટે પરિવારજનો તડપતા રહ્યા પરંતુ ક્યાંયથી કોઇ સમાચાર ન મળ્યા. સોમવારે સવારે ચાર વાગે જ્યારે સકુશળ ઘરે પરત ફર્યા તો પરિવારજનોની આંખો ભરાઇ ગઇ.

શિવનારાયણની વૃદ્ધ માતા મોતિન, પત્ની કુસમા, બહેન વિમળા, ભત્રીજો સુમિત સિંહ, પુત્ર શિરોમન તથા સૌરભ સિંહ અને નાતિન અનુષ્કાએ રાહતનો શ્વાસ લીધો. શિવનારાયણ જણાવે છે કે ચારેબાજુ બિલ્ડિંગનો કાટમાળ, લાશોના ઢગલાં જોવા મળી રહ્યાં છે.

English summary
Here is the real story of the victim of Uttarakhand natural disaster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X