• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટ્રાવેલઃ રાજપૂતાના મહિમાઓનું પ્રતિક છે આ શહેર

By Super
|

ઉદયપુર એક સુંદર સ્થળ છે, જેને તળાવોનું શહેર પણ કહેવામાં આવે છે અને પોતાના શાનદાર કિલ્લાઓ, મંદિરો, સુંદર તળાવો, મહેલો, સંગ્રહાલયો અને વન્યજીવ અભ્યારણ્યો માટે પ્રસિદ્ધ છે. મહારાણા ઉદય સિંહ દ્વિતિયએ વર્ષ 1559માં આ શહેરની સ્થાપના કરી હતી. આ સ્થળ ભારતના પ્રમુખ પ્રવાસન સ્થળોમાં છે, સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા માટે વિખ્યાત છે.

ઉદયપુરમાં છે ઘણા મનમોહક તળાવો

પિછોલા ઝીલ એક શાનદાર કૃત્રિમ તળાવ છે, જેને આ વિસ્તારના મૂળ રહેવાસીઓએ ખપત અને સિંચાઇની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક ડેમના નિર્માણ પરિણામસ્વરૂપ 1362 ઇ.માં બનાવ્યું હતું. આ સ્થળને સુંદર વાતાવરણના કારણે, મહારાણા ઉદય સિંહે આ ઝીલના તટ પર ઉદયપુર શહેરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. ફતેહ સાગર પણ એક કૃત્રિમ ઝીલ છે, જેને મહારાણા ફતેહ સિંહ દ્વારા વર્ષ 1678માં વિકસિત કરવામાં આવી હતી. રાજસામન્દ ઝીલ, ઉદયસાગર ઝીલ અને જૈસામન્દ ઝીલ ક્ષેત્રના અન્ય શાનદાર તળાવોમાના એક છે.

શહેરના અન્ય આકર્ષણ

અહીં ઘણા મહેલ અને કિલ્લા છે જે રાજપૂતાના મહિમાના પ્રતિકના રૂપમાં છે. સિટી પેલેસ એક શાનદાર સ્મારક છે જે મહારાજા ઉદય મિર્ઝા સિંહ દ્વારા વર્ષ 1559માં નિર્મિત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેલના પરિસરમાં કુલ 11 મહેલ છે. આ ઉપરાંત લેક પેલેસ લોકપ્રિય સ્થાન છે, જે પોતાની કલાત્મક ઉત્કૃષ્ટતા માટે પ્રખ્યાત છે.

આ મહેલ અત્યારસુધી ફાઇવ સ્ટાર હોટલના રૂપમાં કાર્ય કરે છે જે પોતાના સુદંર રચના, ગુલાબી પથ્થરો અને કમળના પર્ણ સાથે સજેલા કમળો માટે પ્રસિદ્ધ છે. સમુદ્ર સ્તરથી 944 મીટરની ઉંચાઇ પર સ્થિત સજ્જનગઢ પેલેસ એક ભવ્ય સંરચના છે, જેને મોનસૂન પેલેસ પણ કહેવામાં આવે છે. મહારાણા સજ્જન સિંહે વર્ષ 1884માં આ મહેલનું નિર્માણ મોનસૂનના વાદળો જોવા માટે કરાવ્યું હતું. આ ઉપરાંત બગોરની હવેલી અને ફતેહ પ્રકાશ પેલેસ પણ આ સ્થળના અન્ય પ્રમુખ પ્રવાસન સ્થળો છે.

ઉદયપુરમાં અન્ય ઘણું બધું છે જોવાલાયક

જો સમય હોય તો, યાત્રીઓ વિભિન્ન સંગ્રહાલયો અને ગેલરીઓની યાત્રા કરી શકે છે, જ્યાં પૌરાણિક સમયની વિભિન્ન મહત્વપૂર્ણ વસ્તુઓ રાખવામાં આવે છે. સિટી પેલેસ સંગ્રહાલય શાહી પરિવારો સાથે જોડાયેલી વસ્તુઓ દર્શાવે છે. આ ઉપરાંત તમે ક્રિસ્ટલ ગેલરી જઇ શકો છે, જે પ્રકાશ પેલેસનો એક હિસ્સો છે, જ્યાં ઓસ્લર ક્રિસ્ટલનું એક શાનદાર સંગ્રહ છે.

સુંદર સોફા સેટ, રત્નજડિત કાલીન, ક્રિસ્ટલ કપડાં, ફુવારા અને બર્તન ગેલરી મુખ્ય આકર્ષણ છે. એક અન્ય પ્રસિદ્ધ પુરાતાત્વિક સંગ્રહાલય આહાડ પુરાતત્વ સંગ્રહાલય છે, જ્યાં વાસ્તવમાં પ્રાચીન યુગના લોકોના જીવનનો હિસ્સો રહેલી વસ્તુઓનું સંગ્રહ છે.

અહીં ઘણા સુંદર ઉદ્યાન અને સંરચનાઓ છે જેમાં સહેલીઓની બાડી, બડા મહેલ, ગુલાબ બાગ, મહારાણા પ્રતાપ સ્મારક, લક્ષ્મી ચૌક અને દિલ કુશલ. રજા ઓગન, જેને ગોલ મહેલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદયપુરમાં એક પ્રમુખ પર્યટન સ્થળ છે, જેને મહારાણા ઉદય સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. યાત્રી શિલ્પ ગ્રામની યાત્રા પણ કરી શકે છે, જે પોતાના હસ્તશિલ્પ માટે જાણીતું છે. જગ મંદિર, સુખેદિયા સર્કલ, નહેરુ ગાર્ડન, એકલિંગજી મંદિર, રાજીવ ગાંધી પાર્ક, સાસ-બહુ મંદિર અને શ્રીનાથજી મંદિર સહિતના અનેક આકર્ષણ પ્રવાસન સ્થળો આ ક્ષેત્રમાં છે.

વાહનો અને કનેક્ટિવિટી

મહારાણા પ્રતામ હવાઇ મથક ઉદયપુરથી 22 કિમી દૂર છે. શહેરમાં બ્રોડ ગેડ રેલવે સ્ટેશન છે. તેમજ યાત્રીઓ સડક માર્ગે પણ ત્યાં પહોંચી શકે છે, રાજસ્થાનના અનેક સ્થળોએથી ઉદયપુર જવા માટે બસ સેવા મળી શકે છે.

ચિતૌડગઢ કિલ્લો

ચિતૌડગઢ કિલ્લો

ચિત્તૌડગઢ કિલ્લો એક ભવ્ય અને શાનદાર સંરચના છે, જે ચિત્તૌડગઢનો શાનદાર ઇતિહાસ જણાવે છે. તે આ શહેરનું પ્રમુખ પર્યટન સ્થળ છે. એક લોકકથા અનુસાર આ કિલ્લાનું નિર્માણ મોર્યએ સાતમી શતાબ્દી દરમિયાન કરાવ્યું હતું. આ શાનદાર સંરચના 180 મીટર ઉંચા પહાડ પર સ્થિત છે અને લગભગ 700 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ વાસ્તુકલા પ્રવીણતાનું એક પ્રતિક છે જે ઘમા વિધ્વંસો પછી પણ બચેલું છે. કિલ્લા સુધી પહોંચવાનો માર્ગ સહેલો નથી. તમારે કિલ્લા સુધી પહોંચવા માટે એક ખાડા અને ફરતા માર્ગથી એક માઇલ ચાલીને જવું પડશે, આ કિલ્લાના સાત લોખંડના દરવાજા છે જેમના નામ હિન્દુ દેવાતઓના નામ પરથી પડ્યા છે. આ કિલ્લામાં ઘણા સુંદર મંદિરોની સાથોસાથ રાણી પદ્મિની અને મહારાણા કુંભના શાનદાર મહેલો છે.

સિટી પેલેસ

સિટી પેલેસ

સિટી પેલેસ ઉદયપુરની શાનદાર ઇમારતોમાનું એક છે. આ રાજસ્થાનમાં સૌથી મોટું માનવામાં આવે છે. મહારાણા ઉદય મિર્ઝા સિંહે સિસોદિયા રાજપૂત કબીલાની રાજધાનીના રૂપમાં 1559માં મહેલનું નિર્માણ કર્યું હતું. આ પિછોલા ઝીલના કિનારે છે. સિટી પેલેસના પરિસરમાં 11 મહેલો સામેલ છે. સંરચના મુગલ અને રાજસ્થાન શૈલીની વાસ્તુકળાના એક આદર્શ સંયોજનને પ્રદર્શિત કરે છે. આ એક પર્વતની ટેકરી પર બનાવવામાં આવ્યું છે અને આખા શહેરનું એક હવાઇ દ્રશ્ય પ્રદાન કરે છે. મહેલમાં ઘણા ગુંબદ, આંગન, કમરા, મંડપ, ટાવર્સ અને હેંગિંગ ગાર્ડન છે જે તેની સુંદરતા વધારે છે.

પિછોલા ઝીલ

પિછોલા ઝીલ

પિછોલા ઝીલ એક કૃત્રિમ ઝીલ છે જે 1362 ઇ.માં વિકસાવવામાં આવી હતી અને પિછોલી નામક ગામના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. ઉદયપુરની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક ડેમનું નિર્માણ કરવામાં આવ્યું જેના કારણે આ ઝીલ બની. મહારાણા ઉદય સિંહને આ ઝીલે ઘણા જ પ્રભાવિત કર્યા તેથી આ ઝીલના તટ પર ઉદયપુર શહેરનું નિર્માણ કરવામાં આવ્યું. ઝીલ 696 હેક્ટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે અને તેની ઉંડાઇ 8.5 મીટર છે. ઝીલની આસપાસ યાત્રીઓ નટિની ચબુતરો જોઇ શકે છે. ઝીલ પર ચાર દ્વિપ છે, જગ નિવાસ જ્યાં લેક પેલેસ છે, જગ મંદિર છે.

ફતેહ સાગર

ફતેહ સાગર

ફતેહ સાગર એક સુદંર નાસપતિના આકારની કૃત્રિમ ઝીલ છે, જેને મહારાણા ફતેહ સિંહ દ્વારા વર્ષ 1678માં વિકસાવવામાં આવી હતી. આ ઉદયપુરની ચાર ઝીલોમાની એક છે અને આ શહેરનું ગૌરવ માનવામાં આવે છે. પોતાના સુંદર પાણી અને હર્યા ભર્યા વાતાવરણના કારણે તેને બીજુ કાશ્મિર પણ કહેવામાં આવે છે. આ ઝીલની વચ્ચે ત્રણ નાના દ્વિપ છે.

સજ્જનગઢ વન્યજીવ અભ્યારણ્ય

સજ્જનગઢ વન્યજીવ અભ્યારણ્ય

સજ્જનગઢ વન્યજીવ અભ્યારણ્ય, સજ્જનગઢ પેલેસની ચારેકોર ઉદયપુરથી લગભગ 5 કિમીના અંતરે છે. બંસદારા હિલ, જે અભ્યારણ્યની પૃષ્ઠભૂમિમાં સ્થિત છે, આ સ્થળેથી અદભૂત લાગે છે. ટાઇગર ઝીલ, જેને જિયાન ઝીલ કે મોટી ઝીલ તરીકે ઓળખવામાં આવે છે તે અભ્યારણ્યની અંદર સ્થિત છે. આ કૃત્રિમ ઝીલને વર્ષ 1664માં મેવાડના પૂર્વ રાજા, મહારાણા રાજસિંહ દ્વાર બનાવવામાં આવી હતું.

આહર

આહર

આહર એક પ્રસિદ્ધ પુરાતત્વિક સ્થળ મેવાડના શાસકોએ સ્મારકો માટે પ્રસિદ્ધ છે. ઉદયપુરથી ત્રણ કિમીના અંતરે સ્થિત અહીં શહેરના શાસકોના અગ્નીસંસ્કારના 19થી વધારે સ્મારકો છે. સ્મારકો ઉપરાંત એક પુરાતત્વિક સંગ્રહાલય પણ છે.

English summary
Udaipur, also known as the ‘City of Lakes’ is a picturesque spot, which is famed for magnificent forts, temples beautiful lakes, palaces
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more