For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણી મા-બહેનો અસરુક્ષિત, ભાજપ ગાયો બચાવવામાં લાગી છેઃ ઉદ્ધવ

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે ભારતીય જનતા પક્ષની સરકાર મહિલાઓ ની સુરક્ષા કરવામાં અસફળ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે ભારતીય જનતા પક્ષની સરકાર મહિલાઓ ની સુરક્ષા કરવામાં અસફળ થઈ રહી છે. શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઈન્ટરવ્યુમાં ઠાકરેએ મહિલાઓની સુરક્ષા મુદ્દાની સાથે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીને પણ નિશાના પર લીધા. હાલમાં જ સરકાર સામે લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવમાં વોટિંગ દરમિયાન સંસદથી અળગા રહ્યા બાદ ઠાકરેનો આ ઈન્ટરવ્યુ આવ્યો છે.

મેરા હિદુત્વ ભાજપથી અલગ

મેરા હિદુત્વ ભાજપથી અલગ

સામનાને આપેલા ઈન્ટરવ્યુમા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે છેલ્લા ચાર વર્ષમાં હિંદુત્વની જે પરિભાષા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે તેનાથી તેમને કોઈ નિસ્બત નથી. તેમણે કહ્યુ કે ગાયોને બચાવવાની રેસ લાગી છે પરંતુ મહિલાઓ અસુરક્ષિત થઈ ગઈ છે. અમે ગૌ માતાને બચાવી લઈશુ પરંતુ મારી માતાનું શું થશે. ઠાકરેએ કહ્યુ કે મહિલાઓની સુરક્ષા આ સરકારના એજન્ડામાં નથી.

મોદીના નહિ જનતાના સપનાની લડાઈ

મોદીના નહિ જનતાના સપનાની લડાઈ

ઉદ્દવ ઠાકરેએ કહ્યુ કે હું મોદીના સપના માટે નહિ સામાન્ય જનતાના સપનાઓ માટે લડી રહ્યો છુ. અમે કોઈ એકના નહિ પરંતુ ભારતીય જનતાના દોસ્ત છીએ. અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાના મતદાનથી દૂર રહેવા પર ઉદ્ધવે કહ્યુ કે જ્યારે અમે સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે કોઈ અમારી સાથે આવ્યુ નહોતુ. એક સવાલના જવાબમાં ઉદ્ધવે ભાજપ તરફ ઈશારો કરતા કડક શબ્દોમાં કહ્યુ કે હું શિકાર કરીશ પરંતુ તેના માટે તેમને બંદૂકની જરૂર નહિ પડે.

શાહને ચાણક્ય કહેવા પર પણ નિશાન સાધ્યુ

શાહને ચાણક્ય કહેવા પર પણ નિશાન સાધ્યુ

ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ પર નિશાન સાધતા કહ્યુ કે જે પોતાને ચાણક્ય કહે છે તેમની નીતિ હવે બધા સમજી રહ્યા છે. તેમણે કહ્યુ કે ચાણક્યને પોતાની નીતિનો ઉપયોગ દેશના હિત માટે કર્યો હતો ના કે પક્ષના હિત માટે. ચાણક્યએ દેશના દુશ્મનોને હરાવવા અને નૈતિકતા સાથે શાસનની વાત કહી હતી. પોતાને ચાણક્ય કહેનારા શું આવા ગુણ રાખે છે.

English summary
Uddhav Thackeray attacks bjp women not safe and you are protecting cows
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X