10 બાળકોના મોતના મામલે ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ, 5 લાખના વળતરની જાહેરાત

શનિવારે મોડીરાતે સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાતનાં મોત થતાં મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ હોસ્પિટલના વિશેષ નવજાત કેર યુનિટમાં શરૂ થઈ હતી અને 10 બાળક

શનિવારે મોડીરાતે સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાતનાં મોત થતાં મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ હોસ્પિટલના વિશેષ નવજાત કેર યુનિટમાં શરૂ થઈ હતી અને 10 બાળકો આગમાં ફસાઈ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા તમામ બાળકો એકથી ત્રણ મહિનાના હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે, ત્યારે ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે માંગ કરી છે કે ગુનેગારોને કડક સજા આપવામાં આવે.

Uddhav Thackeray

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કરીને વ્યથા વ્યક્ત કરી છે. તે જ સમયે, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આ મામલામાં મૃતક બાળકોના પરિવાર માટે 5-5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. હોસ્પિટલમાં દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે, જિલ્લા કલેક્ટર અને એસપી પાસેથી કેસનો સંપૂર્ણ અહેવાલ લીધો હતો અને ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.
ભંડારાના જિલ્લા કલેક્ટર સંદીપ કદમે જણાવ્યું હતું કે જિલ્લા હોસ્પિટલમાં સવારે 2 વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી અને 10 નવજાતનાં મોત નીપજ્યાં હતાં. સ્પેશ્યલ નવજાત કેર યુનિટમાં 17 બાળકો હતા, જેમાંથી 7 બાળકોને હોસ્પિટલ સ્ટાફ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. સંદીપ કદમે સમજાવ્યું કે હોસ્પિટલમાં કેમ આગ લાગી, તકનીકી સમિતિ આ અંગે તપાસ કરશે.
આ સાથે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'હું ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરું છું. મેં સરકારને પણ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: અમે આ સહન નહી કરીયે, બ્રિટનથી આવેલા લોકોએ દિલ્હી એરપોર્ટ પર કર્યો હંગામો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X