હવે ઊંટ આવશે પહાડ નીચે, ભાજપ સાથે મળીને કામ કરશે ઉદ્ધવ ઠાકરે!

નવી દિલ્હી, 18 ઓક્ટોબર: આને કહેવાય ઊંટ પહાડ નીચે આવી ગયો. જી હાં અહીં ઊંટ સાથે આમારો તાત્પર્ય શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે છે. જો કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપને સૌથી મોટી પાર્ટીના રૂપમાં બતાવવાની સાથે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ભાજપને લઇને વલણ બદલાવવા લાગ્યું છે. ભાજપને લઇને તે હવે કંઇક આ પ્રકરે બોલરી રહ્યાં છે. જાણે એવું લાગે છે કે આજના દૌરમાં કશું જ થયું ન હોય.

શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા એક લેખમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્થિરતા અને શાંતિની આવશ્યકતા છે. હવે તેમને ના તો વિવાદ જોઇએ અને ના તો કટુતા. એટલે કે તે ભાજપ સાથે સંબંધ મધુર ઇચ્છે છે.

uddhav-thackeray

જો કે એક્ઝિટ પોલના પરિણામોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ તો લોકોને મૂર્ખ બનાવવાનો ધંધો છે. મહારાષ્ટ્ર આમ તો સળગતું નથી, પરંતુ જો એકવાર તે ભભકી ઉઠ્યું તો પછી ઓલવાતું નથી. તેમને આશા છે કે મહારાષ્ટ્રને એક દ્રઢ અને વિકાસશીલ સરકાર પ્રાપ્ત થશે. 19 તારીખના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં ભગવાની વિજય શંખ ધ્વની થશે અને આંકડા આપનાર સટોડીયા કંગાળ થઇને રસ્તા પર ભિખારીઓની માફક ફરશે. મહારાષ્ટ્રના મુદ્દાઓના જાણકાર કહે છે કે ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે પરિણામો બાદ ભાજપ સાથે તાલમેળ માટે તૈયાર થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X