For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓફલાઈન આધાર કાર્ડ વેરિફિકેશન માટે UIDAIની નવી ગાઈડલાઈન, જાણો હવે શું કરવુ પડશે?

UIDAI એ કહ્યું છે કે, તમામ વેરિફિકેશન કરતી સંસ્થાઓએ લોકો પ્રત્યે નમ્રતાથી વર્તવુ જોઈએ અને ઓફલાઈન વેરિફિકેશન વખતે લોકોને આધારની સુરક્ષા અને ગોપનીયતા વિશે ખાતરી આપવી જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ ઑફલાઈન વેરિફિકેશન કરતી સંસ્થાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં યુઝર્સની સુરક્ષા, પ્રાઈવસી વગેરેને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓને ઑફલાઇન વેરિફિકેશન દરમિયાન યુઝર પ્રત્યે નમ્રતા રાખવા પણ કહેવાયુ છે. હાલમાં ઘણી સંસ્થાઓ ઑફલાઇન આધાર વેરિફિકેશન કરે છે, જેને OVSE કહેવામાં આવે છે.

adhar card

આધાર વેરિફિકેશન મુદ્દે UIDAI એ કહ્યું છે કે, તમામ વેરિફિકેશન કરતી સંસ્થાઓએ લોકો પ્રત્યે નમ્રતાથી વર્તવુ જોઈએ અને ઓફલાઈન વેરિફિકેશન વખતે લોકોને આધારની સુરક્ષા અને ગોપનીયતા વિશે ખાતરી આપવી જોઈએ. આ સિવાય જે સંસ્થાઓ કે કાનૂની એજન્સીઓ લોકોનું ઓફલાઈન આધાર વેરિફિકેશન કરી રહી છે તેમણે લોકોની સહમતિનો સ્પષ્ટ રેકોર્ડ રાખવો જોઈએ. UIDAI એ OVSE ને આધારના ચારેય સ્વરૂપો (આધાર પત્ર, ઇ-આધાર, m-આધાર અને આધાર PVC કાર્ડ) પર હાજર QR કોડ દ્વારા ફિજિકલ અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપને બદલે ઓળખના પુરાવા તરીકે આધાર સ્વીકારવાની મંજૂરી આપી છે.

નવી ગાઈડલાઈનમાં UIDAI એ સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ વ્યક્તિ ઇનકાર કરે અથવા ઑફલાઇન વેરિફિકેશન કરવા અસમર્થ હોય તો તેને સેવા આપવાનો ઇનકાર કરી શકાય નહીં. માત્ર તે વ્યક્તિ અન્ય વિકલ્પો દ્વારા તેની ઓળખ સ્પષ્ટ કરવા સક્ષમ હોવી જોઈએ. જો કોઈનું આધાર ઑફલાઇન વેરિફિકેશન કરવામાં આવ્યું હોય તો જે સંસ્થા કરે છે તેણે તે આધારનો ડેટા એકત્રિત ન કરવો જોઈએ.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર, mAadhaar એપ અથવા આધાર QR કોડ સ્કેનરનો ઉપયોગ કરીને કોઈપણ આધારની ચકાસણી કરી શકાય છે. જો કોઈએ આધાર સાથે છેડછાડ કરી હોય તો તેની વિગતો ઓફલાઈન વેરિફિકેશન દ્વારા જાણી શકાશે. આ સ્થિતિમાં દરેકને સલાહ આપવામાં આવે છે કે આધાર સાથે છેડછાડ ન કરો. આવુ કરવા પર જેલ જવું પડી શકે છે.

English summary
UIDAI's new guidelines for offline Aadhaar card verification, know what to do now?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X