• search

લંડનની જોબ છોડી, બિહારમાં બદલાવ લાવશે આ યુવાન

મુઝફ્ફરપુર, 5 મેઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા 28 વર્ષિય યુવાન અક્ષય વર્માએ પોતાની લંડનની હાઇપ્રોફાઇલ જોબ અને શાર્પ કટ બિઝનેસ શૂટ છોડીને કર્તા અને જીન્સ પહેરી બિહારના મુઝફ્ફરપૂરમાંથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અક્ષય વર્મા પોતાના વિસ્તારમાં એક નવા મંત્ર સાથે જઇ રહ્યાં છે. તેમનો મંત્ર છેકે, સારા દિવસો માટે પરિવર્તન અને લોકોની સેવા કરવાની તક. ખાસ કરીને આ જે ગરીબો છે, તેમના માટે.

bihar-election
અક્ષય વર્મા સર્વજન કલ્યાણ લોકતાંત્રિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, બ્રિટન અને કોલમ્બિયા યુનિવર્સિટી, યુએસમાંથી અભ્યાસ મેળવ્યો છે અને તેઓ યુએસબી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, લંડન ખાતે વાઇસ પ્રેસિડેન્ટ હતા. તેમણે તેમની આ હાઇ પેઇંગ જોબ છોડી દીધી અને બે વર્ષથી તેઓ મુઝફ્ફરપુરના ગામડાંઓમાં જઇને ત્યાંના લોકોની ખાસ કરીને ગરીબ માછીમારો, ખેડૂતો અને મહિલાઓની જીવનશૈલી સુધારવા માટે કામ કરી રહ્યાં છે.

વર્માએ કહ્યું છેકે, મારા પર લોકોને મારામાં વિશ્વાસ જાગૃત કરવાનું દબાણ છે, તેઓ મને એક તક આપે કે હું તેમને સારું જીવન આપી શકું. તેમણે અનેક લોકોને ચકાસ્યા છે હવે મને તેમની સેવા કરવાની તક આપવામાં આવે. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટેફન્સ કોલેજમાંથી સ્નાતક કર્યું છે અને તેઓ વરિષ્ઠ આઇએએસ અધિકારી અમિતાભના પુત્ર છે. અમિતાભ વર્મા પૂરગ્રસ્ત વિસ્તારો, ગામડાઓમાં જાણીતો ચહેરો છે. ખાસ કરીને ત્યાંની મલ્લાહ જાતિમાં જાણીતા છે.

હરી કેવતે કહ્યું છેકે, અક્ષય વર્મા બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાથી અમારી મુલાકાત કરી રહ્યાં છે, જ્યારે અન્યો આવું કરતા નથી. અમને તેમના પ્રત્યે ઘણી આશા છે. તેઓ માછીમાર, યુવાનો અને મહિલાઓ માટે એનજીઓ અગ્રતમ ઇન્ડિયા થકી કામ કરી રહ્યાં છે. જેના થકી તેઓ ગામડાંના ગરીબોને શૌચાલય બાંધવા, ફિશ ફાર્મિંગ માટે મોર્ડન ટેક્નિક્સ અંગે કામ કરી રહ્યાં છે. મનોહર મલ્લાહે કહ્યું કે, તેઓ એખ સારા ક્વોલિફાઇડ ઉમેદવાર છે અને તેઓ વિકાસ માટે સમર્પિત છે. તેઓ પોતાના હાઇ ફ્લાઇંગ બેકગ્રાઉન્ડને છોડીને તેઓ વૃદ્ધોને નમન કરી રહ્યાં છે અને ગામવાસીઓ સાથે મુલાકાત દરમિયાન નમ્રતાથી વાત કરે છે.

વર્માએ કહ્યું કે તેમણે 1400 માછીમારોને 3.75 કરોડની બેન્કની લોન થકી મદદ કરી છે અને 5800 માછીમારોને છેલ્લા 2 વર્ષમાં વીમાકૃત કરવામાં આવ્યા છે. તેમજ નોર્થ બિહાર રિજનલ રુલ બેન્કમાં 25 હજાર માછીમારો માટે એડિશનલ લોનની અરજી પણ કરવામાં આવી છે. તેઓ દિલ્હીના બે રોકાણકારોને ફિશ સીડ પ્રોડક્શન માટે મોટિવેટેડ કરી રહ્યાં છે. તેમના મિત્રો કે જેઓ વિદેશમાં ભણી રહ્યાં છે તથા તેમના બહેન આરુષિ તેમની નોકરી છોડી અને આ એનજીઓ સાથે જોડાઇને અક્ષયને મદદ કરી રહ્યાં છે.

મુઝફ્ફરપુરમાં 7 મેના રોજ મતદાન થવાનું છે અને એ દિવસ અક્ષય વર્મા માટે એસિડ ટેસ્ટ સમાન છે. કારણ કે તેમની સામે ભાજપના અજય નિશાદ અને જેડીયુના બિજેન્દ્ર ચૌધરી મેદાને છે.

English summary
Akshya Verma, 28, an Oxford educated banker who quit his high-profile job in London, opted out of his sharp-cut business suits to wear kurta and jeans as he contests from Bihar's Muzaffarpur parliamentary constituency, a far cry from the world he had inhabited. Verma, an idealist, is not banking on the caste
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more