ઉમર ખાલિદે કર્યું ગુરમેહરનું સમર્થન, સહેવાગ નિશાના પર

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી યૂનિવર્સિટી ની વિદ્યાર્થીની ગુરમેહર કૌર નું સમર્થન કરનારાઓની સંખ્યા વધતદી જાય છે. આ સૂચિમાં અન્ય એક નામ ઉમેરાયું છે, જવાહર લાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી ઉમર ખાલિદનું. ઉમર ખાલિદ એ જ વિદ્યાર્થી છે, જેમને દિલ્હી યુનિવર્સિટીમાં આમંત્રિત કરતાં એબીવીપી એ વિરોધ કર્યો હતો અને જેને કારણે હોબાળો થયો હતો.

umar khalid

ફેસબૂક પોસ્ટ દ્વારા સહેવાગ પર પ્રહારો

ઉમર ખાલિદે આ સંપૂર્ણ વિવાદમાં ગુરમેહર કૌરનું સમર્થન કરતાં વિરેન્દ્ર સહેવાગ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ગુરમેહર કૌરના મામલે વિરેન્દ્ર સેહવાગે જે ટ્વીટ કર્યું એના પરથી તો એમ જ લાગે કે, તેઓ ભારતનું નહીં બીસીસીઆઇનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે, વિરેન્દ્ર સહેવાગ બીસીસીઆઇ માટે રમતા હતા, તેમણે ક્યારેય ભારતનું સમર્થન નથી કર્યું. હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દિલ્હી યુનિવર્સિટીના રસ્તા પર ઉતર્યા છે, તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. એક એવું નવુ ભારત જ્યાં ઇક્વાલિટી, ન્યાય અને સ્વતંત્રતા પર નિર્ભર હશે.

અહીં વાંચો - ABVPનો વિરોધ કરતાં શહીદની દિકરીને મળી બળાત્કારની ધમકી

ઉલ્લેખનીય છે કે, ગુરમેહર કૌરે દિલ્હી યુનિવર્સિટીમાં થયેલા હોબાળા બાદ એબીવીપી ના વિરોધના કેમ્પેનમાં બાગ લીધો હતો. જે હેઠળ તેણે પોતાનો હાથમાં પોસ્ટકાર્ડ પકડેલો એક ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તે પોસ્ટકાર્ડમાં લખ્યું હતું, પાકિસ્તાને મારા પિતાનો જીવ નથી લીધો, યુદ્ધે લીધો છે. જેના જવાબમાં ટ્વીટ કરતાં સહેવાગે કંઇખ આી તસવીર પોસ્ટ કરી હતી.

English summary
Umar Khalid supports Gurmehar says Sehwag represents BCCI not India.
Please Wait while comments are loading...