અંડરવર્લ્ડ ડૉન ટાઈગર મેમણના ભાઈ યૂસુફ મેમણનુ જેલમાં મોત

મહારાષ્ટ્રની નાસિક જેલમાં શુક્રવારે અંડરવર્લ્ડ ડૉન ટાઈગર મેમણના ભાઈ યૂસુફ મેમણનુ મોત થઈ ગયુ.

મહારાષ્ટ્રની નાસિક જેલમાં શુક્રવારે અંડરવર્લ્ડ ડૉન ટાઈગર મેમણના ભાઈ યૂસુફ મેમણનુ મોત થઈ ગયુ. પ્રારંભિક તપાસમાં તેના મોતનુ કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યુ છે પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી. યૂસુફ મેમણે 1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટનો આરોપી હતો જેને કોર્ટે 2007માં દોષી ગણાવ્યો હતો. પહેલા તો તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો પરંતુ 2018માં તેને નાસિક જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો.

yusuf meman

રિપોર્ટ્સ મુજબ શુક્રવારે સવારે 10.30 વાગે યૂસુફ મેમણની તબિયત અચાનક ખરાબ થઈ. જ્યાં સુધી જેલ પ્રશાસન કંઈ કરે ત્યાં સુધી તેનુ મોત થઈ ગયુ હતુ. ડૉક્ટરે પ્રારંભિક તપાસમાં તેના મોતનુ કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યુ છે. ઘટના બાદ તેના શબને પોલિસે પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનુ ગુત્થી ઉકેલી શકાશે. યૂસુફના ભાઈ ઈસહાક મેમણ પણ નાસિકની જેલમાં સજા કાપી રહ્યો છે.

દેશની આર્થિક રાજધીની મુંબઈમાં 1993માં થયેલ સીરિયલ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા જ્યારે 1400થી વધુ લોકો તેમાં ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ અને તેના ગુંડાઓનો હાથ હતો. ધમાકા બાદ દાઉદ અને ટાઈગર દેશ છોડીને ભાગી ગયા હતા. પોલિસની તપાસમાં મેમણ પરિવારમાંથી ચાર લોકોના બ્લાસ્ટમાં શામેલ થવાની વાત સામે આવી હતી. જેમાંથી યાકૂૂબ મેમણને નાગપુરની જેલમાં પહેલેથી જ ફાંસી આપવામાં આવી ચૂકી છે જ્યારે યૂસુફને આજીવન કેદની સજા મળી હતી. વળી, ટાઈગર અને અયુબ મેમણ હજુ પણ પોલિસની પકડમાંથી બહાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X