For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 58 અપ્રાસંગિક કાયદા ખતમ કરવાના બિલને મંજૂરી

જૂના અને અપ્રાસંગિક થઈ ચૂકેલા કાયદાઓને સમાપ્ત કરવાની કવાયતમાં કેન્દ્રીય કેબિનેટે 58 કાયદાઓ ખતમ કરવાના એક બિલને મંજૂરી આપી દીધી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં જૂના અને અપ્રાસંગિક થઈ ચૂકેલા કાયદાઓને સમાપ્ત કરવાની કવાયતમાં કેન્દ્રીય કેબિનેટે 58 કાયદાઓ ખતમ કરવાના એક બિલને મંજૂરી આપી દીધી. કેન્દ્રની એનડીએ સરકાર પોતાના બીજા કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી અનાવશ્યક થઈ ચૂકેલા 1824 જૂના કાયદાઓને ખતમ કરવા તરફ આગળ વધ્યા છે. સુધારો અને સુધારો બિલ, 2019ને સંસદની મંજૂરી મળ્યા બાદ 137 કાયદા જે સરકાર અનુસાર પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચૂક્યા છે તેમને આગલા ભાગમાં ખતમ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના વિશ્વાસ મત દરમિયાન સંસદમાંથી બસપા MLA ગાયબઆ પણ વાંચોઃ કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના વિશ્વાસ મત દરમિયાન સંસદમાંથી બસપા MLA ગાયબ

58 કાયદાઓને ખતમ કરવામાં આવશે

58 કાયદાઓને ખતમ કરવામાં આવશે

કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ જે 58 કાયદાઓને ખતમ કરવામાં આવશે તેની યાદી તત્કાળ ઉપલબ્ધ નથી થઈ શકી. જો કે સરકાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ આમાં મોટાભાગે એવા કાયદા છે જેમને મુખ્ય કાયદાઓમાં સુધારા કરવા માટે લાગુ કરવામાં આવ્યા હતા. હાલમાં આ કાયદા પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચૂક્યા છે. સરકારના એક અધિકારીએ કહ્યુ, ‘એક વાર જ્યારે મુખ્ય કાયદામાં સુધારો કરી દેવામાં આવશે તો આ સુધારા કાયદાએ પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. સ્વતંત્ર કાયદા તરીકે કાયદાના પુસ્તકોમાં તેની ઉપસ્થિતિ અનાવશ્યક છે અને તે માત્ર વ્યવસ્થા રોકી રહ્યા છે.'

મોદી સરકાર અત્યાર સુધી 1824 જૂના કાયદા ખતમ કરવા તરફ આગળ વધી

મોદી સરકાર અત્યાર સુધી 1824 જૂના કાયદા ખતમ કરવા તરફ આગળ વધી

2014માં પહેલી વાર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પુરાતન કાયદાઓને ખતમ કરવા માટે બે સભ્યોની પેનલની સ્થાપના કરી હતી અને પેનલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આ કાયદાઓને ખતમ કરવાની ભલામણ કરતા પહેલા ચર્ચા પણ કરી હતી. 1950થી 2001 વચ્ચે સોથી વધુ અધિનિયમ ખતમ કરવામાં આવ્યા હતા. એક સમયે 100 આવા કાયદાઓ એક વારમાં ખતમ કરવામાં આવ્યા હતા.

મેડીકલ પ્રવેશ પરીક્ષા માટે હવે માત્ર NEETની પરીક્ષા થશે

મેડીકલ પ્રવેશ પરીક્ષા માટે હવે માત્ર NEETની પરીક્ષા થશે

કેન્દ્રીય કેબિનેટે આ ઉપરાંત દેવાળિયાપણા પરના કાયદા ઈન્સૉલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં સાત સુધારાને પણ મંજૂરી આપી દીધી છે. આ સુધારા બાદ કંપનીઓની દેવાળિયાપણા પ્રક્રિયા ત્વરિત પૂર થવાના અણસાર છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે કેબિનેટે મેડીકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા છાત્રો માટે હવે એક પરીક્ષા થશે. કેબિનેટે રાષ્ટ્રીય ચિકિત્સા પંચની સ્થાપનાને મંજૂરી આપી દીધી. તેમણે કહ્યુ કે વર્તમાન સમયમાં દેશની વિવિધ મેડીકલ કોલેજોમાં અલગ અલગ પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. હવેથી આ બધાની જગ્યાએ માત્ર નીટની પરીક્ષા હશે. આના આધારે છાત્રોને મેડીકલ કોલેડજોમાં એડમિશન મળશે.

English summary
Union Cabinet approves bill to scrap 58 redundant laws
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X