For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેવકૂફ છે ભગવાન, ઘર આપવું તેની જવાબારીઃ કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા

બેવકૂફ છે ભગવાન, ઘર આપવું તેની જવાબારીઃ મહેશ શર્મા

|
Google Oneindia Gujarati News

બુલંદશહરઃ ભાજપના સાંસદ અને કેન્દ્રીય પર્યટન રાજ્ય મંત્રી મહેશ શર્માનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ ભગવાન પર ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે જ્યારે ભગવાન બધાની ઈચ્છા પૂરી નથી કરી શકતા તો એક સાંસદ કેવી રીતે કરી શકે છે. જણાવી દઈએ કે આ વીડિયો સિકન્દ્રાબાદના ભજનલાલ મંદિરમાં આયોજિત કાર્યકર્તાઓ સાથેની બેઠકનો છે. વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે 'મારો નિવેદનનો ખોટો મતલબ કાઢવમાં આવી રહ્યો છે. મારો કહેવાનો મતલબ હતો કે ભગવાન માણસને સો ટકા સંતુષ્ટ નથી કરી શકતો અને અમે તો છતાં માણસ છીએ.'

ક્ષેત્રોમાં સક્રિય થયા નેતા

ક્ષેત્રોમાં સક્રિય થયા નેતા

લોકસભા ચૂંટણી 2019ની તારીખના એલાનની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. તારીખના એલાનની સાથે જ બધી પાર્ટીઓના નેતા પોતપોતાના વિસ્તારમાં સક્રિય થઈ ગયા છે. આની સાથે જ કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા ગુરુવારે સિકન્દ્રાબાદ ક્ષેત્રના ભજનલાલ મંદિરમાં કાર્યકર્તાઓ, સમર્થકો અને વ્યાપારીઓને સંબોધિત કરી રહ્યા હતા.

વીડિયોમાં શું કહ્યું

વીડિયોમાં શું કહ્યું

કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ વીડિયોમાં કહ્યું કે સાંસદ ક્યારેય ગામ સુધી પહોંચી નથી શકતો. દરરોજ મળું છું. કોઈનો ફોન આવ્યો હોય તે તેમને પાછો ફોન પણ કરું છું. કોઈના પણ કામ કરવાં ભગવાન માટે પણ શક્ય નથી. જો આ મામલામાં સૌથી મોટો કોઈ બેવકુફ હોય તો તે તમે નહિ ઉપરવાળો ભગવાન જ છે. આપણે બધા એના જ તો બનાવેલા છીએ. ભગવાનના બાળકો છીએ. તેમની જ જવાબદારી હતી કે જ્યારે આપણને ધરતી પર મોકલે છે તો આપણા માટે ઘર આપે. બાળકોના શિક્ષણ માટે પૈસા આપવાતા.

વીડિયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા આપી

વીડિયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા આપી

કેન્દ્રીય મંત્રી મહેશ શર્માનો વીડિયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા આપી છે. તેમણે સફાઈ આપતા કહ્યું કે મારા નિવેદનનો ખોટો મતલબ કાઢવામાં આવી રહ્યો છે. મારો કહેવાનો મતલબ હતો કે ભગવાન પણ માણસને સો ટકા સંતુષ્ટ નથી કરી શકતો પછી અમે તો માણસ છીએ.

પીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાનપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન

English summary
Union Minister Mahesh Sharma gave the controversial statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X