For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 કલાકની કસ્ટડી બાદ નારાયણ રાણેને મળ્યા જામીન, ઉદ્ધવ સરકારે કહ્યુ- કાયદાથી પરે કોઈ નથી

મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન મળી ગયા.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન મળી ગયા. રાયગઢ જિલ્લાના મહાડ મેજિસ્ટ્રેટ કોર્ટે નારાયણ રાણેને ઉદ્ધવ ઠાકરે સામે આપેલા પોતાના નિવેદન મામલે જામીન આપી દીધી. વાસ્તવમાં પોલિસે મંગળવારે પહેલા તેમની ધરપકડ કરી હતી ત્યારબાદ મહાડ કોર્ટમાં હાજર કર્યા જ્યાંથી તેમને મોટી રાહત મળી છે.

narayan rane

આ પહેલા મેજિસ્ટ્રેટ અદાલતે રાણેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારબાદ રાણેના વકીલને તરત તેમની જામીન માટે અરજી કરી જેના પર સુનાવણી કરીને કોર્ટે તેમને જામીન આપ્યા. માહિતી મુજબ મહાડ મેજિસ્ટ્રેટ કોર્ટે કેન્દ્રીય મંત્રીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે તેમની કથિત નિવેદન મામલે 15,000 રૂપિયાના જાત મુચરકા પર જામીન આપ્યા છે. વળી, નારાયણ રાણેના વકીલ સંગ્રામ દેસાઈએ કહ્યુ કે નારાયણ રાણેને જામીન આપતી વખતે અદાલતે અમુક શરતો રાખી છે જેવી કે 31 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે પૂછપરછ માટે પોલિસ સ્ટેશનમાં હાજર રહેશે અને ભવિષ્યમાં આ પ્રકારનો ગુનો નહિ કરે.

જામીન બાદલ ભાજપ નેતા પ્રવીણ દરેકરે જણાવ્યુ કે પરમ દિવસથી જન આશીર્વાદ યાત્રા શરુ કરીશુ. માહિતી મુજબ પોલિસે મહાડ કોર્ટમાંથી 7 દિવસ માટે રાણેના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તેમને જામીન આપ્યા. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમની પત્ની નીલિમા અને પુત્ર ધારાસભ્ય નિતેશ રાણે પણ હાજર હતા. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રી રાણે મહારાષ્ટ્રમાં જન આશીર્વાદ યાત્રા પર છે. એવામાં મહાડમાં પત્રકારો સાથે વાત કરીને તેમણે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સામે વિવાદિત નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ આખો દિવસ મંગળવારે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તા વચ્ચે પત્થરબાજી અને મારામારીની ઘટના બની હતી.

English summary
Union Minister Narayan Rane gets bail from Mahad Magistrate Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X