For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનુ નિવેદન, મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ આવવાનો છે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં આ બે મહિના ભૂકંપ આવવાનો છે.

|
Google Oneindia Gujarati News

રાજધાનીના રામલીલા મેદાનથી કોંગ્રેસે 'ભારત બચાવો રેલી' દ્વારા કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો પરંતુ આ રેલીમાં આપેલા રાહુલ ગાંધીના એક નિવેદને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ પેદા કરી દીધી છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ પોતાના 'રેપ ઈન ઈન્ડિયા'વાળા નિવેદન પર માફી ન માંગવા વિશે કહ્યુ કે તેમનુ નામ રાહુલ ગાંધી છે રાહુલ સાવરકર નહિ. તેમના આ નિવેદનથી શિવસેના ઘણી નારાજ છે અને ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધુ છે કે મહાઅઘાડીમાં પાર્ટીઓ વચ્ચે સમજૂતી વિચારધારા પર નહિ, માત્ર કૉમન મિનિમમ પ્રોગ્રામના આધારે થઈ છે.

કોઈને કોઈ ભૂકંપ થવાની સંભાવનાઃ રામદાસ આઠવલે

પરંતુ આ ગંભીર મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં આ બે મહિના ભૂકંપ આવવાનો છે. એકવાર દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારનો ભૂકંપ થઈ ગયો ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેનો થયો અને હવે કેવો ભૂકંપ થશે આપણે જોઈશુ, કોઈને કોઈ ભૂકંપ થવાની સંભાવના છે.

રાહુલના નિવેદન પર સંજય રાઉત પણ થયા નારાજ

રાહુલના નિવેદન પર સંજય રાઉત પણ થયા નારાજ

તમને જણાવી દઈએ કે આ પહેલા શિવસેના નેતા સંજય રાઉતે પણ રાહુલ ગાંધીને સલાહ આપી હતી. સંજય રાઉતે કહ્યુ હતુ કે આપણે મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ બંનેનુ સમ્માન કરીએ છીએ. કૃપા કરીને વીર સાવરકરનુ અપમાન ના કરો, બુદ્ધિમાન લોકોને વધુ કંઈ કહેવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ PICS: તૈમૂરના અરમાન મામૂની રોકા સેરેમની, જુઓ ખૂબ જ સુંદર ફોટાઆ પણ વાંચોઃ PICS: તૈમૂરના અરમાન મામૂની રોકા સેરેમની, જુઓ ખૂબ જ સુંદર ફોટા

શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મતભેદ

શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મતભેદ

ઉલ્લેખનીય છે કે શિવસેના સતત એ માંગ ઉઠતી રહી છે કે વીર સાવરકરને ભારત રત્ન આપવો જોઈએ. મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીના સહયોગથી સરકાર બનાવી છે. એવામાં રાહુલ ગાંધીના નિવેદન વિશે બંને પાર્ટીઓ વચ્ચે વિવાદ ઉભો થઈ ગયો છે. પુસ્તકો વાંચવાની સલાહ શિવસેના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીને વીર સાવરકરના પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી. જેના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવાબ મલિકે ઈશારા-ઈશારામાં તેમના પર હુમલો કર્યો છે. મલિકે રાઉતને ટેગ કરીને લખ્યુ, ‘સિતારો કે આગે જહાં ઓર ભી, અભી ઈશ્ક કે ઈમ્તિહાં ઓર ભી હે- ઈકબાલ.'

English summary
Union Minister Ramdas Athawale on Veer Savarkar Row said New Political earthquake Coming soon in Maharashtra :
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X