પાક ટીમના સમર્થનમાં સૂત્રોચ્ચાર, 67 કાશ્મીરી વિદ્યાર્થી સસ્પેન્ડ

Posted By:
Subscribe to Oneindia News

મેરઠ, 5 માર્ચઃ મેરઠમાં કાશ્મીરી છાત્રોએ પાકિસ્તાનની ક્રિકેટ ટીમનું સમર્થન કરતા તણાવભર્યો માહોલ બની ગયો છે. ભારતીય જનતા યુવા મોર્ચા તેના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યું છે. એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે, મેરઠમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એશિયા કપમાં ભારત-પાક મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના પક્ષમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

pakistan-cricket-team
રવિવારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોમ્યુનિટી હોલમાં ટીવી પર ભારત-પાકિસ્તાનની મેચ જોઇ રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ મેચ હારતા અચાનક ત્યાંનો માહોલ બગડી ગયો. છાત્રોના સમૂહો એકબીજા સાથે બાખડી પડ્યા. છાત્રો વચ્ચે પથ્થરમારો પણ થયો. યુનિવર્સિટીએ 67 કાશ્મીરી વિદ્યાર્થીઓને પાકિસ્તાની ક્રિકેટ ટીમને સમર્થન કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે જ્યારે આ તણાવ બીજા દિવસે પણ થયાવત રહ્યો તો કાશ્મીરી છાત્રોને નિલંબિત કરવામાં આવ્યા. એટલું જ નહીં થોડાક દિવસ માટે હોસ્ટેલથી બહાર પણ કરી દેવામાં આવે છે. યુનિવર્સિટી પ્રશાસનએ વિદ્યાર્થીના બીજા સમૂહ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. હોસ્ટેલ વોર્ડને કહ્યું છે કે, કાશ્મીરી છાત્રોની હરકતો દેશ વિરોધી હતી અને મેરઠ જેવા સંવેદનશીલ શહેરમાં તણાવ વધવાની આશંકા હતી. જો કે, યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે તેમણે વિદ્યાર્થીઓને સંપૂર્ણ સુરક્ષા સાથે મેરઠથી બહાર ગાજિયાબાદ મોકલ્યા, જેમાં કેટલાક છાત્રો કાશ્મીર પરત ફર્યા છે.

English summary
A large private university in Meerut has suspended 67 Kashmiri students for allegedly cheering Pakistan during the India-Pak match at the Asia Cup on Sunday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.