For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unlock 1: જાણો, ઈન્ટરનેશનલ ફ્લાઈટ ક્યારથી શરૂ થશે, લૉકડાઉનની નવી ગાઈડલાઈન

Unlock 1: જાણો, ઈન્ટરનેશનલ ફ્લાઈટ ક્યારથી શરૂ થશે, લૉકડાઉનની નવી ગાઈડલાઈન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકરમણના મામલા તેજીથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ પ્રતિબંધિત છે. જ્યારે હવે દેશ લૉકડાઉનથી અનલૉક 1 તરફ આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકરે શનિવારે લૉકડાઉન 5ની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી. નવી ગાઈડલાઈનમાં શૉપિંગ મૉલ્સ, ધાર્મિક સ્થલો વગેરે ખોલવાની છૂટ મળી છે, પરંતુ ઈન્ટરનેશનલ વિમાન સેવાઓ વિશે હજી સ્થિતિ સ્પષ્ટ નથી.

આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ક્યારે શરૂ થશે

આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ક્યારે શરૂ થશે

કેન્દ્ર સરકારે લૉકડાઉનને લઈ શનવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કંટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી કોઈ છૂટ આપવામાં આવી નથી. જ્યારે સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાણો પર હજી પ્રતિબંધ યથાવત રાખ્યો છે અને કહયું કે લૉકડાઉન 5ના ત્રીજા ફેજમાં આના પર વિચાર કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે જુલાઈથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી શકે છે.

અનલૉક 3માં વિચાર થશે

અનલૉક 3માં વિચાર થશે

કેન્દ્ર સરકારે કહ્યું કે અનલૉક 3માં નક્કી થશે કે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓને ક્યારે શરૂ કરવી અને ક્યારે નહિ. જણાવી દઈએ કે દેશના 20 એરપોર્ટથી ઈન્ટરનેશનલ ઉડાણો ભરવામાં આવતી હતી. આ એરપોર્ટમાંથી 55 દેશના 80 શહેર સુધી ભારતના વિમાનો ઉડે છે. દુનયાભરમાં ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણને જોતા ઈન્ટરનેશનલ વિમાન સેવાઓને રોકવામાં આવી છે. જ્યારે 25 મેથી ઘરેલૂ વિમાન સેવા શરૂ કરી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે જુલાઈ- ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે, પરંતુ આનો ફેસલો કોરોના સંક્રમણની સ્થિતિને જોતા લેવામાં આવશે.

લૉકડાઉન 5ની ખાસ વાતો

લૉકડાઉન 5ની ખાસ વાતો

નવી ગાઈડલઈનમાં કંટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટ આપવામાં આવી નથી. ત્યાં માત્ર જરૂરી ગતિવિધિઓની જ મંજૂરી આપવામાં આવશે. સખ્તાઈથી તેનું પાલન થાય તે માટે પોલીસ અને અન્ય સુરાબળો દ્વારા આકરી દેખરેખ રાખવામાં આશે. આ ઝોનમાં માત્ર મેડિકલ ઈમરજન્સીની સ્થિતિને છોડી અથવા જરૂરી વસ્તુઓ અને સેવાઓની પૂર્તિની મંજૂરી હશે. કોઈ અન્ય ક્ષેત્રોથી આ જોનમાં એન્ટ્રી નહિ મળે.

8 જૂન બાદ છૂટ

8 જૂન બાદ છૂટ

સાર્વજનિ સ્થળો અને પૂજાના સાર્વજનિક સ્થળો, હોટલ, રેસ્ટોરાં તથા અન્ય આતિથ્ય સેવાઓ, શોપિંગ મૉલ 8 જૂન, 2020થી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. સરકાર આ મામલે દિશાનિર્દેશ જાહેર કરશે. સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાન જેવા પ્રશિક્ષણ અને કોચિંગ સેન્ટર વગેરે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વિચાર-વિમર્શ બાદ ખોલવામાં આવશે.

કોરોનાથી પણ વધુ ખતરનાક છે તમાકુ, દર વર્ષે 70 લાખના મોત થાય છેકોરોનાથી પણ વધુ ખતરનાક છે તમાકુ, દર વર્ષે 70 લાખના મોત થાય છે

English summary
Unlock 1: when international flight service will resume, know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X