For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unlock 2: જાણો કયા ક્ષેત્રોમાં વધી શકે છે છૂટ અને ક્યાં પ્રતિબંધ ચાલુ રહેશે

Unlock 2: જાણો કયા ક્ષેત્રોમાં વધી શકે છે છૂટ અને ક્યાં પ્રતિબંધ ચાલુ રહેશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં લૉકડાઉન પૂરું થવા અને અનલૉકની શરૂઆત થતાની સાથે જ કોરોનાના મામલા તેજીથી વધી રહ્યા છે. અત્યાર સુધીના આંકડા મુજબ દેશણાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4, 90, 401 સુધી પહોંચી ચૂકી છ. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છ કે કન્દ્ર સરકાર અનલૉકમાં વધુ કેટલીક ઢીલ આપી શકે છે. અહવાલો મુજબ સરકારે અનલૉક 2માં આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ, શૈક્ષણિક સંસ્થાન અને મેટ્રો સેવાઓ શરૂ કરવાને લઇ વિશેષજ્ઞોની સલાહ લેવાનું શરૂ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આગલા અઠવાડિયે અનલૉક 2ને લઇ ગાઇડલાઇન જાહેર કરી શકે છે.

અનલૉક 2ને લઇ જલદી જ ગાઇડલાઇન આવી શકે છે

અનલૉક 2ને લઇ જલદી જ ગાઇડલાઇન આવી શકે છે

CNN-News 18ના અહેવાલો મુજબ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે જલદી જ અનલૉક 2ને લઇ ગાઇડલાઇન જાહેર થઇ શક છે. અધિકારીએ જણાવ્યું કે અનલૉક 2માં કેટલાક આંતરરાષ્ટ્રીય માર્ગોને ખાનગી વાહનો માટે ખોલવા પર વિચાર ચાલી રહ્ય છે. જ્યારે દેશના મોટા મોટા શહેરોમાં મેટ્રો સવાઓને ફરીથી શરૂ કરવામાં સમય લાગી શકે છે. આવો જાણીએ કે અલૉક 2માં કયા કયા ક્ષેત્રોમાં ઢીલ મળી શકે છે અને ક્યાં ક્યાં પ્રતિબંધો યથાવત રહી શકે છે.

મેટ્રો સર્વિસ

મેટ્રો સર્વિસ

દેશના મોટા શહેરોમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે, જેને જોતા સરકાર હાલ મેટ્રો સેવા શરૂ કરવામાં સંકોચ કરી રહી છે. ઉદાહરણ તરીકે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કારણે આ સમયે હાલત ખરાબ છે. જો કે મુંબઇમાં સ્થિતિ સુધરી છે, પરંતુ પાછલા કેટલાક દિવસોમાં ઉપનગરોમાં નવા ક્લસ્ટર બન્યા છે. દેશના દક્ષિણી શહેરોને પણ જોઇએ તો કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ચેન્નમાં હાલ લૉકડાઉન લાગૂ છે. બેંગ્લોરમાં પણ કોરોનાથી પ્રભાવિત વિસ્તારમાં આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. એવામાં અનલૉક 2માં મેટ્રો સેવાઓ હાલ બંધ રાખવામાં આવી શકે છે.

શૈક્ષણિક સંસ્થાન

શૈક્ષણિક સંસ્થાન

અનલૉક 2માં હાલ શૈક્ષણિક સંસ્થાન બંધ રાખવામાં આવી શકે છે. એક માત્ર કર્ણાટકને જ છોડી મોટાભાગના રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. સીબીઆઇ અને આઇસીએસઇએ પણ વૈકલ્પિક ગ્રેડિંગ સિસ્ટમનો ફેસલો લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર અનલૉક 1ની ગાઇડલાઇન મુજબ સ્કૂલ અને કોલેજો ખોલવાનો ફેસલો રાજ્ય સરકાર ઉપર છે. શૈક્ષણિક સંસ્થાન અને અરજદારોના ફીડબેકના આધારે રાજ્ય સરકારો સ્કૂલ અને કોલેજ ખોલવાને લઇ જુલાઇ 2020માં ફેસલો લેશે.

હવાઇ પરિવહન

હવાઇ પરિવહન

હાલ અનલૉક 2માં આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ નહિ ખુલે. સરકારે શુક્રવારે આદેશ જાહેર કરતા જણાવ્યું કે બધી જ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ સેવાઓ પર 15 જુલાઇ સુધી પ્રતિબંધ રહેશે. જો કે ડજીસીએથી જે ઉડાણોને પરમિશન મળી છે, તેઓ ચાલુ રહેશે. આ ઉપરાંત કારગો ઓપરેશનમાં લાગેલ વિમાનોની ઉડાણ પર પણ પ્રતિબંધ યથાવત રહેશે.

ઉદ્યોગો અને રોજગાર

ઉદ્યોગો અને રોજગાર

અનલૉક 2માં રોજગારના અવસરોને વધારવા માટે વધુ ઢીલ આપવામાં આવી શક છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો ખાસ કરી યૂપી, બિહાર, બંગાળ અને ઓરિસ્સાને કહ્યું કે તેઓ લૉકડાઉનમાં પોતપોતાના ઘરેથી પાછા ફરેલા શ્રમિકોની સ્કિલ મેપિંગ માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાં શેર કરે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે અનલૉક 2માં સરકારનું ફોકસ કુટીર ઉદ્યોગો અે સ્થાનિક મજૂરોના રોજગાર અને સાધન ઉપલબ્ધ કરાવવા પર છે. આ ઉપરાંત ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા પર પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. સરકારની કોશિશ છે કે ઉદ્યોગોને સ્થાનીય સ્તરે શ્રમિકોની ભરતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. એવામાં માનવામાં આવી રહયું છે કે અનલોક 2માં આ ક્ષેત્રમાં વધુ છૂટ આપવામાં આવી શકે છે.

સેટેલાઇટ ઇમેજમાં ખુલાસો, હવે પન્ગોંગ નદી પાસે ચીને તહેનાતી વધારીસેટેલાઇટ ઇમેજમાં ખુલાસો, હવે પન્ગોંગ નદી પાસે ચીને તહેનાતી વધારી

English summary
unlock 2: know where you will get relaxations and where restrictions will continue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X