For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ કેસઃ CBIએ કહ્યુ - પીડિતાના આરોપ એકદમ સાચા, સેંગરે કર્યો હતો બળાત્કાર

ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સીબીઆઈએ દિલ્લીની તીસ હજારી કોર્ટમાં હાજર કર્યા.

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સીબીઆઈએ દિલ્લીની તીસ હજારી કોર્ટમાં હાજર કર્યા. સુનાવણી દરમિયાન સીબીઆઈએ જજને કહ્યુ કે તપાસમાં પીડિતાના આરોપ સાચા જોવા મળ્યા છે. કુલદીપ સિંહ સેંગરે 4 જૂન, 2017ના રોજ પીડિતાનો બળાત્કાર કર્યો હતો. સીબીઆઈએ કહ્યુ કે શશિ સિંહના ષડયંત્રમાં શામેલ હોવાના આરોપ પણ સાચા જોવા મળ્યા છે.

સીબીઆઈએ જજ સામે જણાવી આ વાતો

સીબીઆઈએ જજ સામે જણાવી આ વાતો

તમને જણાવી દઈએ કે ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ભારે સુરક્ષા વચ્ચે દિલ્લીની તીસ હજારી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સીબીઆઈએ જજને જણાવ્યુ કે શશિ સિંહ પીડિતાને નોકરી અપાવવાના બહાને કુલદીપ સિંહ સેંગરના ઘરે લઈ ગયો હતો. આ દરમિયાન ઘરે કોઈ હાજર નહોતુ. શશિ પીડિતાને પાછળવા દરવાજેથી અંદર લઈ ગયો. ત્યાં જતા જ કુલદીપ સિંહ સેંગર પીડિતાનો હાથ ખેંચીને તેને રૂમની અંદર લઈ ગયો.

પીડિતાએ સીએમને પણ લખ્યો હતો પત્ર

પીડિતાએ સીએમને પણ લખ્યો હતો પત્ર

સીબીઆઈએ જણાવ્યુ કે પીડિતાએ આ વાત સૌથી પહેલા પોતાની કાકીને કહી હતી. ત્યારબાદ પીડિતાએ યુપીના સીએમને પત્ર લખ્યો પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહિ. 12 જાન્યુઆરી, 2018ના રોજ પીડિતાની મા ઉન્નાવ કોર્ટમાં પહોંચી. 3 એપ્રિલ, 2018ના રોજ પીડિતાના પિતા દિલ્લીથી ઉન્નાવ કોર્ટમાં સુનાવણી માટે ગયા. પોલિસે તપાસ રિપોર્ટ આપ્યો કે પીડિતાના પિતાના આરોપ ખોટા છે અને એ જ દિવસે પીડિતાના પિતાને બહુ જ માર મારવામાં આવ્યો. પિતાની આર્મ્સ એક્ટમાં ધરપકડ કરાવી દીધી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. 9 એપ્રિલે જેલમાં પીડિતાના પિતાનું મોત થઈ ગયુ.

આ પણ વાંચોઃ સુષ્મા સ્વરાજના નિધનથી શોકમાં બોલિવુડ, અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યુ દુઃખ, લખી આ વાતોઆ પણ વાંચોઃ સુષ્મા સ્વરાજના નિધનથી શોકમાં બોલિવુડ, અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યુ દુઃખ, લખી આ વાતો

તપાસમાં રેપની વાત સાચી મળી

તપાસમાં રેપની વાત સાચી મળી

પોલિસે આ મામલે 12 એપ્રિલના રોજ 2018ના રોજ નોંધવામાં આવ્યો. ત્યારબાદ આ કેસ સીબીઆઈ પાસે આવ્યો. સીબીઆઈએ જણાવ્યુ કે આ કેસમાં તેમણે લખનઉ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી. તપાસમાં જોવા મળ્યુ કે 4 જૂન, 2017ના રોજ રેપવાળી વાત સાચી છે. કલમ 120બી, 363, 366, 376, 506, 2 અને 3 પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. સીબીઆઈનું કહેવુ છે કે આ કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી નથી મળ્યુ પરંતુ બાકીના પુરાવા એ સાબિત કરે છે કે ગુનો થયો છે. પીડિતા અને તેની એ સીઆરપીસી 161 અને 164માં પૂરુ નિવેદન આપ્યુ છે.

સેંગરના વકીલની દલીલ?

સેંગરના વકીલની દલીલ?

વળી, બીજી તરફ સેંગરના વકીલે ડિસ્ચાર્જ એપ્લિકેશન લગાવીને કહ્યુ કે આ કેસ દૂર્ભાવના અને ખોટા આરોપોના આધારે કરવામાં આવ્યો છે. સીબીઆઈ જે દસ્તાવેજોના આધારે ચર્ચા કરી રહી છે એ આધાર પર કેસ બનતો નથી. સેંગરના વકીલે કહ્યુ કે 28 જૂન, 2017ના રોજ પોલિસે કેસ નોંધ્યો હતો. પીડિતાએ નિવેદન આપ્યુ હતુ કે આરોપી છોકરાની માએ બોલાવી હતી. પછી કાનપુરમાં 2 છોકરાઓએ મારી સાથે રેપ કર્યો. ત્યારબાદ 60 હજારમાં વેચી દીધી. સેંગરના વકીલે દલીલ કરી કે પીડિતા કે તેની માએ એક વર્ષ બાદ કેસ કેમ નોંધાવ્યો. સીબીઆઈ પાસે કોઈ પણ મેડીકલ અને ફોરેન્સિક પુરાવા નથી.

English summary
unnao case cbi statement on kuldeep sengar to delhi court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X