યુપી વિધાનસભા ચૂંટણીઃ મુરાદાબાદથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે સની લિયોન

Written By:
Subscribe to Oneindia News

યુપી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે અને ધીરે-ધીરે દેરક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છે. આવામાં એક એવા ઉમેદવારનું નામ સામે આવ્યું છે, જેને કારણે વાતાવરણ વધારે ગરમ બન્યું છે. એ ઉમેદવારનું નામ છે સની લિયોન. સની લિયોન મુરાબાદમાંથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહી છે. જો કે, આ માત્ર એક અફવા છે, પરંતુ આમ છતાં સની લિયોનનું આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

sunnu leone up election

આ પોસ્ટરમાં સની લિયોનની સાડી પહેરેલી તસવીર જોવા મળે છે. પોસ્ટર પર લખ્યું છે, તે યુપી વિધાનસભા ચૂંટણીમાં મુરાદાબાદથી ચૂંટણી લડશે. તેઓ એક કાર્યકુશળ, બહાદુર, પ્રમાણિક અને સ્વચ્છ છબીવાળી મહિલા છે. તે બાળકોથી લઇને ઘરડા સુધી સૌનું ધ્યાન રાખે છે. માટે તમારી વ્હાલી લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી સની લિયોનને પોતાનો અમૂલ્ય વોટ આપી ભારે મત સાથે જીત અપાવો.

સ્થાનિક લોકોનો દાવો છે કે, આ કોઇ તોફાની તત્વોનું કામ છે. લોકોનું કહેવું છે કે, કોઇએ સની લિયોનની ફોટોને એડિટ કરી તેને ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભી કરી દીધી છે.

sunny leone

તો બીજી બાજુ, કેટલાક લોકો સની લિયોનને રિયલ કેન્ડિડેટ બનાવી તેને સપોર્ટ કરવા પણ તૈયાર છે. બોલિવૂડ અભિનેત્રી સની લિયોનને દુર દુર સુધી રાજકારણ સાથે કોઇ સંબંધ નથી, આમ છતાં આ એડિટેડ પોસ્ટર ખૂબ વાયરલ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુપીમા વિધાનસભા ચૂંટણી 11 ફેબ્રૂઆરીથી શરૂ થઇ રહી છે.

English summary
Famous bollywood actress Sunny Leone is going to contest for the UP assembly seat to become MLA from Moradabad seat, a poster with this content has become viral on social media.
Please Wait while comments are loading...