એક્ઝિટ પોલમાં કમળની જીતથી ધૂંધવાયું કોંગ્રેસ

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવાર સાંજના રોજ સમાચાર ચેનલો પર એક્ઝિટ પોલ ના સર્વે જાહેર થતાં જ રાજકારણી પાર્ટીઓમાં કોલાહલ જોવા મળ્યો. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માં દરેક જગ્યાએ ભાજપ ના કમળને નોંધનીય સ્થાન મળ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસે કડવા વેણ ઉચ્ચાર્યા છે.

અહીં વાંચો - પાંચ રાજ્યોનો એક્ઝિટ પોલ: 3માં ભાજપ, 2માં કોંગ્રેસ આગળ

rahul gandhi

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ આવેલા એક્ઝિટ પોલ ભાજપની છેલ્લી યુક્તિ છે. એક્ઝિટ પોલમાં આપવામાં આવેલા તથ્યો અને આંકડાઓ ભ્રામક અને નિરાધાર છે. કોંગ્રેસ પાર્ટી આ એક્ઝિટ પોલને નકારે છે. 11 માર્ચના રોજ આવનાર ચૂંટણી પરિણામો સાબિત કરશે કે ઉત્તર પ્રદેશની જનતાનએ સપા-કોંગ્રેસ ગઠબંધનના પક્ષમાં સરકાર બનાવવા માટે જ મતદાન કર્યું છે.

અહીં વાંચો - Exit Poll : ઉત્તર પ્રદેશમાં ભાજપનું કમળ ખીલશે કે સાયકલ દોડશે?

એક્ઝિટ પોલ ભ્રમ ઊભા કરે છે

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા દ્વિજેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું કે, જે એજન્સિઓએ વિધાનસભા ચૂંટણી અંગે સર્વે કરી પોતાના એક્ઝિટ પોલ જાહેર કર્યા છે, તેઓ અંદરો-અંદર જ ભ્રમ ઊભા કરી રહ્યાં છે.

કોંગ્રેસ, સપા, બસપા - ત્રણેય પક્ષોમાં કોલાહલ

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેસમાં લગભગ તમામ સર્વેક્ષણમાં ક્યાં તો ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી હોવાનો દાવ કરવામાં આવ્યો છે અને ક્યાં તો ભાજપ બહુમતનો જાદુઇ આંકડો હાંસલ કરશે એવી શક્યતા વ્યક્ત થઇ છે. જેને કારણે સપા, બસપા અને કોંગ્રેસ - ત્રણેય પક્ષોમાં કોલાહલ સર્જાયો છે.

કોંગ્રેસના હાથમાંથી મણિપુર પણ સર્યું

ગોવામાં પણ ભાજપની વાપસી થવાના અણસાર છે અને સાથે મણિપુર પણ કોંગ્રેસના હાથમાંથી સરકી જાય એમ લાગી રહ્યું છે.

English summary
Congress Rejects All Exit Poll Survey Says it BJP Last Trick. The ABP-CSDS has predicted a hung assembly in Uttar Pradesh with the Bharatiya Janata Party emerging as the single largest party.
Please Wait while comments are loading...