For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નકલી IDની વ્યવસ્થા કરી આપતો આતંકી અબ્દુલ્લા ઝડપાયો

યુપી એટીએસ દ્વારા મુઝફ્ફરનગરમાંથી એક બાંગલાદેશી આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા મુઝફ્ફરનગરથી એક બાંગ્લાદેશી આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકી અસાંરઉલ્લા બાંગ્લા ટીમ સમૂહ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે, જે અન્ય આતંકીઓ માટે નકલી ઓળખપત્રની વ્યવસ્થા કરવાનું કામ કરતો હતો. હાલ એટીએસની ટીમ આ આતંકીની પૂછપરછ કરી રહી છે.

up ats arrests a bangladeshi terrorist

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આંતકીનું નામ અબ્દુલ્લા છે અને તે ઘણા સમયથી ભારતમાં રહી રહ્યો છે. તેણે નકલી આધાર કાર્ડ અને પાસપોર્ટ પણ બનાવ્યા હતા. તેણે પોતાના નકલી આધાર કાર્ડ વડે જ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. વર્ષ 2011થી તે ભારતમાં છે. મુઝફ્ફરનગર પહેલાં તે અબેહટા શેખ, થાણા દેવબંધ અને સહારનપુર જિલ્લામાં પણ રોકાણ કરી ચૂક્યો છે.

આ આતંકીનું મુખ્ય કામ હતું, અન્ય આતંકવાદીઓને આશરો આપવો અને તેમને નકલી ઓળખપત્ર મેળવવામાં મદદ કરવી. આ મદદ દ્વારા જ બાંગ્લાદેશી આતંકીઓ ભારતમાં રહી હુમલાની યોજના બનાવતા હતા.

English summary
UP ATS arrests a Bangladeshi terrorist from Muzaffarnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X