For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી નિધન, પીએમ મોદીએ કહી આ વાત

યુપીના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી નિધન, પીએમ મોદીએ કહી આ વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાની વરુણનું કોરોનાના કારણે મોત થતાં પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કમલ રાણીએ રાજ્યમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જણાવી દઇએ કે કેબિનેટ મંત્રી કમલ રાની 18 જુલાઇના રોજ કોરોનાથી સંક્રમિત થઇ હતી. રાજધાનીના એસજીપીઆઈ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઉત્તર પ્રદેશમાં કોઈ મંત્રીનું કોરોનાથી મોત થયો હોવાનો આ પહેલો મામલો છે.

પીએમ મોદીએ કહ્યું- તેમનું આખું જીવન સમાજસેવા પ્રત્યે સમર્પિત રહ્યું

પીએમ મોદીએ કહ્યું- તેમનું આખું જીવન સમાજસેવા પ્રત્યે સમર્પિત રહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી શ્રીમતી કમલા રાની વરુણ જીના નિધનથી બહુ દુખી થયો. તેમનું આખું જીવન સમાજસેવા પ્રત્યે સમર્પિત રહ્યું. તેમણે રાજ્યમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. શોકની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિજનો અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ." કેબિનેટ મંત્રી કમલ રાની વરુણના નિધન પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજકીય શોકની ઘોષણા કરી છે. સીએમ યોગી આદિત્યનાથે કેબિનેટ મંત્રી કમલ રાની વરુણના નિધન પર તેમના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે શ્રીમતી વરુણે એક જનપ્રતિનિધિના રૂપમાં જન આકાંક્ષાઓનું સન્માન રાખ્યું.

રાજ્યએ એક સમર્પિત નેતા ગુમાવ્યોઃ સીએમ યોગી

રાજ્યએ એક સમર્પિત નેતા ગુમાવ્યોઃ સીએમ યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું, "ઉત્તર પ્રદેશ સરકારમાં મારી સહયોગી, કેબિનેટ મંત્રી શ્રીમતી કમલ રાની વરુણજીના નિધનના સમાચાર દુખદ છે. પ્રદેશે આજે એક સમર્પિત નેતા ગુમાવી દીધા છે. તેમના પરિજનો પ્રત્યે મારી સંવેદનાઓ. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન પ્રદાન કરે. ઓમ શાંતિ."

માયાવતીએ કહી આ વાત

માયાવતીએ કહી આ વાત

કેબિનેટ મંત્રી કમલ રાની વરુણના નિધન પર માયાવતીએ ટ્વીટ કર્યું, "ઉત્તર પ્રદેશના શિક્ષણ મંત્રી કમલ રાનીનું કોરોનાને કારણે નિધન થયું, આ સમાચાર ચિંતાજનક અને દુખદ છે. આ દુખદ મોતને જોતા કેન્દ્ર અને રાજ્ય બંને સરકારે યૂપીમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને અટકાવવા મામલે વધુ ગંભીર થવાની જરૂરત છે."

English summary
UP cabinet minister Kamal Rani dies of corona, PM Modi express grief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X