CM બન્યા પછી પહેલી વાર પહોંચ્યા યોગી અયોધ્યામાં
જાણો અયોધ્યાને લઇને મુખ્યમંત્રી આદિત્યાનાથના શું પ્લાન છે. વાંચો અહીં.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે આખો દિવસ અયોધ્યામાં પસાર કરશે. ઉલ્લેખનીય છે કે સીએમ બન્યા પછી યોગી આદિત્યનાથ પહેલીવાર અયોધ્યા આવ્યા છે. ઉપરાંત સોમવારે કોર્ટમાં બાબરી ધ્વંશ પર થયેલા નિર્ણય પછી સીએમ યોગીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે યોગી આદિત્યનાથે હનુમાનગઢી મંદિરમાં પૂજા અર્ચના કરી રામલલાના દર્શન કરી સરયૂ નદીના તટ પર પણ પૂજા અર્ચના કરી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અયોધ્યાના નવીનીકરણ માટે કરીને વિશેષ પ્લાનિંગ કરી રહ્યા છે. તેમની સરકાર દ્વારા અયોધ્યામાં 5 સ્ટાર હોટલ સમેત પર્યટન કેન્દ્રો બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. સાથે જ સરયૂ નદીના ઘાટની સફાઇ અને સૌદર્યકરણ સાથે અયોધ્યા સુધીની રેલ સેવા સારી કરવામાં આવશે. ત્યારે જ્યાં બાબદી મસ્જિદ વિવાદ પછી તમામ 12 આરોપીનો જમાનત મળી છે ત્યારે યોગી આદિત્યાનાથની આ અયોધ્યા મુલાકાત મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
