For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી વિધાનસભા ચૂંટણી 2017: ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ

ચોથા તબક્કામાં 680 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 61 છે. ઇલાહાબાદ ઉત્તરની વિધાનસભા સીટ માટે સૌથી વધુ 26 ઉમેદવારો વચ્ચે હરીફાઇ છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ના ચોથા તબક્કાનું મતદાન આખરે સમાપ્ત થયું છે. સવારે 7 વાગે શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. ચોથા તબક્કામાં ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓની 53 વિધાનસભા સીટો પર મતદારોએ મત નાંખ્યા છે.

up election 4th phase

ચોથા તબક્કામાં 680 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 61 છે. ઇલાહાબાદ ઉત્તરની વિધાનસભા સીટ માટે સૌથી વધુ 26 ઉમેદવારો વચ્ચે હરીફાઇ છે.

ચૂંટણી પંચ અનુસાર ચોથા તબક્કામાં મતદાન કેન્દ્રોની સંખ્યા 12 હજાર 492 છે. આ માટે 2090 માઇક્રો ઑબ્ઝર્વર, 1643 સેક્ટર મેજિસ્ટ્રેટ, 222 ઝોનલ મેજિસ્ટ્રેટ અને 318 સ્ટેટિક મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા હતા. ચોથા તબક્કા માટે કુલ 1 કરોડ 84 લાખ 82 હજાર 166 મતદારોનું નામ સૂચિમાં હતું.

અહીં વાંચો - યુપી વિધાનસભા ચૂંટણી 2017: ત્રીજા તબક્કામાં સરેરાશ 61.16% મતદાનઅહીં વાંચો - યુપી વિધાનસભા ચૂંટણી 2017: ત્રીજા તબક્કામાં સરેરાશ 61.16% મતદાન

up election 4th phase

બપોરે 3 વાગ્યા સુધી ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં કેટલું મતદાન થયું?

ઇલાહાબાદ - 45.89%
પ્રતાપગઢ - 51.2%
રાયબરેલી - 52.88%
કૌશાંબી - 51%
ચિત્રકૂટ - 54%
ફતેહપુર - 49.47%
લલિતપુર - 57.55%
હમીરપુર - 53.02%
બાંદા - 49.95%
ઝાંસી - 54.6%
મહોબા - 55.7%

English summary
up Election 2017: voting for fourth phase assembly election in 53 seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X