For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોડી રાતે ટ્વિટર પર ભિડાયા યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ, એકબીજાને કહ્યા - માનવતાદ્રોહી અને ક્રૂર-નિર્દયી

પીએમ મોદીના ભાષણ વિશે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ટ્વિટર પર ભિડાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો છે. પીએમ મોદીના ભાષણ વિશે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ટ્વિટર પર ભિડાઈ ગયા છે. સોમવારે મોડી રાતે બંને મુખ્યમંત્રીઓએ એકબીજા પર નિશાન સાધીને ઘણા ટ્વિટ કર્યા છે. જેમાં માનવતાદ્રોહી અને ક્રૂર નિર્દયી જેવા શબ્દો બંનેએ એકબીજાને કહ્યા છે.

kejriwal-yogi

શું કહ્યુ પીએમે જેના પર શરુ થયો વિવાદ

પીએમ મોદીએ સોમવારે લોકસભામાં પોતાના ભાષણમાં કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને કહ્યુ, કોવિડમાં દિલ્લીની સરકારે તો જીપ પર માઈક બાંધીને દિલ્લીની ઝુગ્ગી-ઝૂંપડીમાં ગાડી ફેરવીને લોકોને કહ્યુ કે સંકટ મોટુ છે ભાગી જાવ. દિલ્લીથી જવા માટે બસો આપી, અડધા રસ્તો છોડી દીધા. શ્રમિકો માટે મુશ્કેલીઓ પેદા કરી અને આનાથી એ થયુ કે યુપી, ઉત્તરાખંડ, પંજાબમાં જે કોરોનાની ગતિ નહોતી આ પાપાના કારણે કોરોના ઝડપથી ફેલાયો.

પીએમ મોદીના આ નિવેદન પર દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યુ, પ્રધાનમંત્રીજી આ એકદમ ખોટુ છે. દેશ આશા રાખે છે કે જે લોકોએ કોરોના કાળની પીડાને સહી, જે લોકોએ સ્વજનોને ગુમાવ્યા, પ્રધાનમંત્રીજી તેમના પ્રત્યે સંવેદનશીલ હશે. લોકોની પીડા પર રાજનીતિ કરવી પ્રધાનમંત્રીને શોભા નથી આપતુ.

યોગીએ આપ્યો જવાબ

કેજરીવાલના ટ્વિટ પર યોગી આદિત્યનાથે લખ્યુ - અરવિંદ કેજરીવાલનુ આદરણીય પ્રધાનમંત્રીજી વિશે આજનુ નિવેદન ઘોર નિંદનીય છે. અરવિંદ કેજરીવાલે આખા રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. કેજરીવાલે જૂઠ બોલવામાં મહારત મેળવ્યુ છે. ગોસ્વામી તુલસીદાસજીએ તેમના જેવા લોકો વિશે કહ્યુ છે કે જૂઠઈ લેના, જૂઠઈ દેના. જૂઠઈ ભોજપ, જૂઠ ચબેના. સાંભળો કેજરીવાલ, જ્યારે આખી માનવતા કોરોનાની પીડાથી કણસી રહી હતી એ વખતે તમે યુપીના કામદારોને દિલ્લી છોડવા માટે મજબૂર કર્યા. નાના બાળકો અને મહિલાઓ સુધીને અડધી રાતે યુપીની સીમા પર અસહાય છોડવા જેવા અલોકતાંત્રિક તેમજ અમાનવીય કાર્ય તમારી સરકારે કર્યા. તમને માનવતાદ્રોહી કહે કે...

કેજરીવાલે યોગીને કહ્યા ક્રૂર

આના પર કેજરીવાલે જવાબ આપીને લખ્યુ - સાંભળો યોગી, તમે તો રહેવા જ દો. જે રીતે યુપીના લોકોની લાશો નદીમાં વહી રહી હતી અને તમે કરોડો રૂપિયા ખર્ચ કરીને ટાઈમ્સ મેગેઝીનમાં પોતાની જૂઠી વાહવાહીની જાહેરાતો આપી રહ્યા હતા. તમારા જેવા નિર્દયી અને ક્રૂર શાસક મે નથી જોયા.

English summary
UP CM Yogi Adityanath and Delhi CM Arvind Kejriwal indulged in Twitter spat on Monday evening, Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X