વિવાદિત નિવેદનો વચ્ચે તાજમહેલ પહોંચ્યા યોગી

Written By:
Subscribe to Oneindia News

ભાજપાના નેતા સંગીત સોમ અને વિનય કટિયારના વિવાદિત નિવેદનો વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે આગ્રાના તાજમહેલની મુલાકાતે પહોંચ્યા હતા. સવારે 9 વાગે તાજમહેલ પહોંચેલા યોગી અહીં 30 મિનિટ જેવા રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ભાજપના નેતાઓ તરફથી તાજમહેલ મામલે અનેક વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેની પર સીએમ યોગીએ તાજમહેલને ભારતીય મજૂરા દ્વારા ભારે જહેમતથી બનાવવામાં આવેલી ઇમારત કહી વિવાદોને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સીએમ યોગી આગ્રામાં 8 કલાક જેવા રોકાશે અને ત્યાંથી પછી લખનઉ જશે.

Agra

ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ભાજપના તેવા પહેલા મુખ્યમંત્રી છે જેમણે તાજમહેલની મુલાકાત લીધી હોય. આ મુલાકાતને રાજકીય રીતે એટલે પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે ગત દિવસોમાં ભાજપના જ કેટલાક નેતાઓએ આ પર ટિપ્પણી કરી હતી. વિનય કટિયારે તેમ પણ કહ્યું હતું કે તાજમહેલ શિવ મંદિર પર બનાવવામાં આવ્યું છે. જે પણ આજમ ખાન પણ કટાક્ષ કર્યો હતો. અને આ કારણે વિવાદ વધ્યો હતો.

English summary
UP CM Yogi Adityanath Taj Mahal visit in Agra.Read More Here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.