યુપી વિધાનસભા ચૂંટણી 2017: બીજા ચરણમાં 11 ટકા મતદાન

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં હાલ મતદાન થઇ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી લોટો મતદાન માટે મતદાન કેન્દ્ર આવી રહ્યા છે. સવારે 10 વાગે ઉત્તર પ્રદેશના જાણીતા શાયર વસીમ બરેલવી તેમની પત્ની સાથે બરેલીથી મતદાન કર્યું. તો બીજી તરફ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રામપુરમાં લાઇનમાં ઊભા રહીને વોટિંગ કર્યું. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગાવર, જિતિન પ્રસાદ પણ મતદાન કર્યું. 11 જિલ્લામાં હાલ ઉત્તર પ્રદેશ વિધાનસભાની 2017ની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. કુલ 67 સીટો પર કરવામાં આવેલા આ મતદાનમાં સવારે 9 વાગ્યા સુધી ખાલી 11 ટકા જેટલું જ મતદાન થયું છે.

voting

નોંધનીય છે કે સહારનપુર, બિઝનૌર, મુરાદાબાદ, રામપુર, બરેલી, અમરોહા, સંભલ, ખીરી, શાહજહાંપુર, પીલીભીજત અને બદાયૂંમાં મતદાન થઇ રહ્યું છે. 67 સીટો પર થઇ રહેલ આ ચૂંટણીમાં 720 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. સાથે જ સપા સરકારના કદાવર નેતા આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમનું ભાવિ પણ આજનું મતદાન જ નક્કી કરશે. નોંધનીય છે કે અબ્દુલ્લા આઝમ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે બીજા ચરણમાં લગભગ 2.28 કરોડ મતદાતા મતદાનનો ઉપયોગ કરી શકે છે.

English summary
UP Election 2017: live polling for second phase assembly election in 67 seats.
Please Wait while comments are loading...