For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓપી રાજભરે કર્યો પૂર્વાંચલમાં 45-47 સીટો જીતવાનો દાવો, કહ્યુ- આ જિલ્લાઓમાં ભાજપને નહિ મળે એક પણ સીટ

સુહેલદેવે ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે પૂર્વાંચલના ક્ષેત્રમાં 45થી 47 સીટો જીતવાનો મોટો દાવો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ગાઝીપુરઃ ઉત્તર પ્રદેશમાં 18મી વિધાનસભાની રચના માટે સાતમાં તબક્કાનુ મતદાન ચાલુ છે. 9 જિલ્લાઓના 54 વિધાનસભા ક્ષેત્રોમાં મત આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુહેલદેવે ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે પૂર્વાંચલના ક્ષેત્રમાં 45થી 47 સીટો જીતવાનો મોટો દાવો કર્યો છે. રાજભરે કહ્યુ કે ગાઝીપુર, મઉ, આઝમગઢ, આંબેડકરનગર અને બલિયામાં એક પણ સીટ ભાજપને નહિ મળે અને બસપાને પણ નહિ મશે. બનારસમાં 8માથી 5 સીટો અમે જીતીશુ. પૂર્વાંચલમાં 54 સીટોની ચૂંટણી થઈ રહી છે એમાંથી અમે ઓછામાં ઓછી 45-47 સીટો જીતીશુ.

rajbhar

અખિલેશે કર્યો સપા ગઠબંધનના 300 સીટો જીતવાનો દાવો

આ તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ક્હયુ કે જનતા આ વખતે ડબલ એન્જિનની સરકારને પાટા પરથી ઉખાડવા માટે તૈયાર છે. ઓછામાં ઓછી 300 સીટો સપા ગઠબંધન જીતશે. અખિલેશે કહ્યુ કે સમાજવાદી સરકાર બનશે તો પૂર્વાંચલને અભૂતપૂર્વ વિકાસ તરફ જોડવાનુ કામ કરશે. પૂર્વાંચલને મુખ્ય ધારાથી જોડવા માટે સમાજવાદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વે આપવામાં આવ્યો. એ એટલો જ બન્યો છે જેટલો સમાજવાદીઓએ બનાવ્યો હતો, હજુ પણ તે આગળ જોડી શક્યા નથી.

કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે આપ્યો મત, કહી આ વાત

આ પહેલા કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા સિંહ પટેલે મિર્ઝાપુરના એક બૂથમાં મતદાન કર્યુ. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે હું સંપૂર્ણપણે આશ્વસ્ત છુ કે અહીં અમે બધી પાંચ સીટો જીતીશુ. લોકતંત્રના આ મહાપર્વમાં મિર્ઝાપુર એનડીએ ગઠબંધની જીત જ સુનિશ્ચિત કરવા જઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે વિકાસની દ્રષ્ટિએ મિર્ઝાપુરે ઘણી પરિયોજનાઓ આવતા જોઈ છે.

English summary
UP election 2022 op rajbhar claims to win 45 to 47 seats in Purvanchal region
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X