For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી ચૂંટણીઃ ઘરેથી મત આપવાની સુવિધા, દરેક કેન્દ્ર પર વીવીપેટ, CECએ કર્યા આ મોટા એલાન

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર(સીઈસી) સુશીલ ચંદ્રાએ ઘણી મહત્વની માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર(સીઈસી) સુશીલ ચંદ્રાએ ઘણી મહત્વની માહિતી આપી છે. ગુરુવારે લખનઉમાં પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં ચંદ્રાએ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં બધા રાજકીય દળ કોવિડ-19 પ્રોટોકૉલનુ પાલન કરીને સમયે ચૂંટણી કરાવવાના પક્ષમાં છે. કોઈ પણ પક્ષે ચૂંટણી ટાળવાની માંગ નથી કરી. તેમણે કહ્યુ કે યુપી ચૂંટણીને લઈને પંચે ઘણા નિર્ણયો લીધા છે જેમાં વૃદ્ધો અને બિમાર લોકોને ઘરેથી વોટ આપવાની સુવિધા અને દરેક મતદાન કેન્દ્ર પર વીવીપેટ લગાવવા જેવા નિર્ણયો શામેલ છે.

CEC
  • CECએ કહ્યુ કે સોશિયલ ડિસ્ટંસીંગ સુનિશ્ચિત કરવા માટે મતદાન કેન્દ્રોને વધારવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં મતદાન કેન્દ્રોમાં 11,000ની વૃદ્ધિ કરવામાં આવી છે.
  • વરિષ્ઠ નાગરિકો(80 વર્ષથી વધુ), ગંભીર રીતે બિમાર અને કોવિડ સંક્રમિત લોકોને ઘરમાંથી મતદાન કરવાની અનુમતિ આપવામાં આવશે.
  • કોવિડ-19 મહામારીના કારણે ઉત્તર પ્રદેશ રાજ્યમાં મતદાનનો સમય પણ 1 કલાક વધારવામાં આવશે. આ વખતે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
  • ચૂંટણી ફરજ પર તૈનાત કર્મચારીઓને સંપૂર્ણપણે રસી લગાવવામાં આવશે. તેમને કોવિડની રસીનો બૂસ્ટર ડોઝ મેળવવા માટે ફ્રંટલાઈન વર્કર તરીકે શામેલ કરવામાં આવશે.
  • બધા મતદાન કેન્દ્રો પર વીવીપેટ લગાવવામાં આવશે. ચૂંટણીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે 1 લાખ મતદાન કેન્દ્રો પર લાઈવ વેબકાસ્ટિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
  • 400 મૉડલ પોલિંગ બૂથ બનાવવામાં આવશે. દરેક ક્ષેત્રમાં આદર્શ પોલિંગ બૂથ બનાવવામાં આવશે. સાતે રાજ્યોમાં 800 મહિલા પોલિંગ બૂથ પણ બનાવવામાં આવશે.
  • રાજ્યમાં અત્યાર સુધી મતદાતાઓની કુલ સંખ્યા 15 કરોડથી વધુ છે. અંતિમ મતદાતા સૂચિ 5 જાન્યુઆરી, 2022ના રોજ જાહેર કરવામાં આવશે.
  • એસએસઆર 2022 અનુસાર અત્યાર સુધી 52.8 લાખ નવા મતદારોને શામેલ કરવામાં આવ્યા છે. આમાંથી 23.92 લાખ પુરુષ અને 28.86 લાખ મહિલા મતદારો છે. 18-19 આયુ વર્ગના 19.89 લાખ મતદારો છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં મંગળવારે ચૂંટણી પંચની ટીમ ત્રણ દિવસના પ્રવાસે લખનઉ ગઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા સાથે ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર સહિત આયોગના 13 સભ્યોએ લખનઉમાં રાજકીય પક્ષો, સુરક્ષા એજન્સીઓ અને આરોગ્ય વિભાગના લોકો સાથે બેઠક કરી છે.

English summary
UP Election: Vote from home facility 11000 more booths, big announcements on UP Assembly elections 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X