For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું મહિલાઓ દ્વારા યુપીમાં જન્મ લઈ રહી છે એક નવી કોંગ્રેસ?

કોંગ્રેસ પાર્ટી જે રીતે મહિલાઓના મુદ્દાઓને પોતાના પ્રચાર અભિયાનના કેન્દ્રમાં લાવી છે તેણે યુપીની વિધાનસભા ચૂંટણીમાં નવો રંગ ભરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દાયકાઓથી જાતિ અને ધર્મના દુશ્ચક્રમાં ફસાયેલ યુપીની રાજનીતિમાં મહિલાઓ એક મોટો મુદ્દો બની શકે છે, એવુ કોણ વિચારી શકતુ હતુ, પરંતુ કોંગ્રેસ પાર્ટી જે રીતે મહિલાઓના મુદ્દાઓને પોતાના પ્રચાર અભિયાનના કેન્દ્રમાં લાવી છે તેણે યુપીની વિધાનસભા ચૂંટણીમાં નવો રંગ ભરી દીધો છે. ક્યારેક કોંગ્રેસ પાર્ટીએ મહિલા અનામત બિલ સંસદમાં પાસ કરાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી પરંતુ મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનુ તેનુ એલાન જમીન પર ઉતરીને મહિલાઓ વચ્ચે પાર્ટી વિશે નવો વિશ્વાસ ભરી રહ્યો છે.

congress

છેલ્લા અમુક વર્ષોના ઘટનાક્રમો પર જો નિષ્પક્ષ નજર નાખીએ તો જાણવા મળશે કે કોંગ્રેસ પાર્ટી પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં યુપીના દરેક ખૂણે સંઘર્ષ કરી રહી હતી. આમાં મોટાભાગના મુદ્દાઓ મહિલાઓના ઉત્પીડન સાથે જોડાયેલા હતા. આ જ કારણ છે કે જ્યારે પ્રિયંકા ગાંધી, 'લડકી હું, લડ શકતી હુ' નારો આપ્યો તો આ કોઈ કરન્ટની જેમ આખા રાજ્યમાં ફેલાઈ ગયો અને આ નારા સાથે કોંગ્રેસ દ્વારા આયોજિત મેરેથૉનમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો.

જે આક્રમકતા અને વિસ્તૃત રોડમેપ સાથે કોંગ્રેસે મહિલાઓના મુદ્દાઓ આખા રાજ્યમાં ઉઠાવ્યા તેનાથી ઉત્તર પ્રદેશની રાજકીય ગલીઓમાં હલચલ મચી ગઈ છે. ભૂતકાળમાં ઝાંકીએ તો ઉત્તર પ્રદેશની મહિલાઓનુ રાજનીતિક સશક્તિકરણ સમય સાથે સમેટાતુ ગયુ. મહિલાઓના સ્વાભિમાન અને ભાગીદારીની વાતો બેઈમાન સાબિત થઈ રહી છે. ઉત્તર પ્રદેશની વર્તમાન વિધાનસભાના 403 સભ્યોમાં મહિલાઓ માત્ર 40 છે. 22 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશમાં મહિલાઓની રાજકીય ભાગીદારીના દ્રષ્ટિએ આ સંખ્યા નહિવત છે. એવામાં જ્યારે કોંગ્રેસે 40 ટકા સીટ મહિલાઓને આપવાનુ વચન આપ્યુ તો લોકોને વિશ્વાસ ન થયો પરંતુ પાર્ટી ઉમેદવારોની યાદી બતાવે છે કે આ મુદ્દે કોંગ્રેસે કોઈ સમજૂતી નથી કરી અને વચન મુજબ 40 ટકા ટિકિટ મહિલાઓને આપી છે.

અહીં એ પણ ધ્યાન આપવાની વાત છે કે કોંગ્રેસે તમામ એવી મહિલાઓને ટિકિટ આપી છે જે માત્ર ઉત્પીડનનો શિકાર રહી છે એટલુ જ નહિ પરંતુ તેમણે નિર્ભય બનીને અત્યાચાર સામે સંઘર્ષ પણ કર્યો છે. ઉન્નાવમાં રેપ પીડિતની માને ટિકિટ આપવાની વાત રાષ્ટ્રીય સ્તરે ચર્ચિત બની છે. રાજકીય પંડિત આવી મહિલાઓની ચૂંટણી જીત પર શંકા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ પ્રિયંકા ગાંધી સ્પષ્ટ કહ્યુ છે કે સંઘર્ષના આ પ્રતીકો સાથે ઉભુ રહેવુ પાર્ટીની નૈતિક જવાબદારી છે.

આ દ્રષ્ટિએ જોવામાં આવે તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એક નવી નૈતિક આભા અર્જિત કરી છે. જ્યાં સત્તા જાળવી રાખવા ભાજપ સાંપ્રદાયિક ધ્રૂવીકરણ કરાવવામાં લાગી છે. વળી, સમાજવાદી પાર્ટી પાસે જવાબમાં જાતિ આધારિત ગઠબંધન સિવાય કંઈ નથી. એવામાં કોંગ્રેસ મહિલાઓના હકને એક મોટો મુદ્દો બનાવીને મોટી લાઈન ખેંચી રહી છે જેની સામે કોઈ પણ ચૂંટણી પરિણામ વામણુ સાબિત થશે. પાર્ટી નેતાઓનુ કહેવુ છે કે યુપીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની કહાની હવે દેશવ્યાપી મુદ્દો બનશે અને બધા રાજકીય દળોએ આ મોરચે જવાબ આપવો પડશે.

આ મુદ્દા પર ગંભીરતનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે પ્રિયંકા ગાંધી તરફથી એક કરોડ પોસ્ટ કાર્ડ યુપીની મહિલાઓને મોકલવામાં આવી રહ્યા છે જેમાં પાર્ટીના તમામ વચનોનો ઉલ્લેખ કરીને સમર્થનની અપીલ કરવામાં આવી છે. આમાં 12માંની છોકરીઓને સ્માર્ટફોન અને સ્નાતક કરી રહેલી છોકરીઓને સ્કૂટી આપવાથી લઈને 20 લાખ સરકારી નોકરીઓમાં 8 લાખ મહિલાઓને નોકરી આપવા જેવા વચનો શામેલ છે. મહિલાઓમાં આને લઈને ઘણી સકારાત્મક પ્રતિક્રિયા છે અને પાર્ટીને વિશ્વાસ છે કે તે મહિલાઓ વચ્ચે એક નવી છાપ છોડવામાં સફળ રહેશે.

કોંગ્રેસે મહિલાઓ માટે અલગથી ઘોષણાપત્ર જાહેર કરીને એક નવી પહેલ કરી છે. આને શક્તિ વિધાન નામ આપવામાં આવ્યુ છે જેમાં મહિલાઓ માટે કરવામાં આવી રહેલા પાર્ટીના વચનોને વિસ્તારથી રાખવામાં આવ્યા છે. આ બધી કોશિશો મહિલા સશક્તિકરણ અને મહિલાઓને રાજકીય રીતે મજબૂત બનાવવાની દિશામાં ઐતિહાસિક માનવામાં આવી રહી છે. કોંગ્રેસની કોશિશ છે કે યુપીમાં મહિલાઓ તરીકે તેમની પાસે એક નવો સામાજિક આધાર હોય. પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં તેને આમ કરી શકવાનો ભરોસો પણ જાગ્યો છે.

English summary
UP Elections 2022: Is a new Congress taking birth in UP through women?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X