લોન ન ચૂકવી તો પત્નીને લઈને જતો રહ્યો મેનેજર, જાણો શું છે પુરો મામલો?
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ખાનગી માઇક્રો ફાઇનાન્સ બેંકો દ્વારા થતી લોન વસૂલીની અમાનવીય રીત સામે આવી છે.
આ કિસ્સો દર્શાવે છે કે કેવી રીતે નાના શહેરો અને ગામડાઓમાં આ બેંકો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે પરેશાન કરી રહી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ઘટના વાયરલ થઈ, જેમાં દાવો કરવામાં આવ્યો કે એક મહિલાને માત્ર એટલા માટે લગભગ પાંચ કલાક સુધી બેંકમાં કથિત રીતે બંધક બનાવી રાખવામાં આવી કારણ કે તે સમયસર તેની લોનનો હપ્તો ચૂકવી શકી નહોતી.
આ ઘટનાએ લોન વસૂલીના રીત-રિવાજો પર જ નહીં પરંતુ બેંકિંગ સેક્ટરની પારદર્શિતા અને કાયદા-વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
અહેવાલો અનુસાર, આ મામલો ઝાંસી જિલ્લાના બમ્હરૌલી ગામના આઝાદ નગર મહોલ્લામાં આવેલી એક ખાનગી માઇક્રો ફાઇનાન્સ બેંક સાથે સંકળાયેલો છે.
પૂંછ નિવાસી રવિન્દ્ર વર્માની પત્ની પૂજા વર્માએ આરોપ લગાવ્યો છે કે સોમવારે બપોરે 12 વાગ્યાથી તેને બેંકમાં બળજબરીથી બેસાડી રાખવામાં આવી હતી.
જ્યારે રવિન્દ્ર વર્મા બેંક પહોંચ્યા ત્યારે બેંક સ્ટાફે સ્પષ્ટપણે કહી દીધું કે પૈસા આપો તો જ પત્નીને લઈ જઈ શકો છો. રવિન્દ્રએ ઘણી વિનંતીઓ કરી, પરંતુ બેંકકર્મીઓ પર કોઈ અસર ન થઈ. અંતે તેણે થાકીને ડાયલ 112 પર પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ બેંકકર્મીઓના ચહેરા ફીકા પડી ગયા અને તાત્કાલિક મહિલાને બહાર કાઢવામાં આવી.
મોંઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અરજીમાં પૂજા વર્માએ જણાવ્યું કે તેણે બેંકમાંથી 40,000 રૂપિયાની લોન લીધી હતી અને અત્યાર સુધીમાં 11 હપ્તા જમા કરાવી ચૂકી છે. પરંતુ બેંકના રેકોર્ડમાં માત્ર 8 હપ્તા જ દર્શાવવામાં આવી રહ્યા છે.
પૂજાનો આરોપ છે કે બેંકના એજન્ટ કૌશલ અને ધર્મેન્દ્રએ તેના ત્રણ હપ્તા હડપી લીધા છે. આ ઉપરાંત ટીકમગઢ (મધ્યપ્રદેશ) નિવાસી બેંકના સીઓ સંજય યાદવ સોમવારે તેના ઘરે પહોંચ્યા અને ધમકીભર્યા અવાજમાં પૈસાની માંગણી કરવા લાગ્યા. જ્યારે દંપતિએ વિરોધ કર્યો ત્યારે તેમને બળજબરીથી બેંકમાં લાવી કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા.
આ ઘટનાએ ઘણા લોકોના મનમાં સવાલો ઉભા કર્યા છે કે શું લોન વસૂલીના નામે બંધક બનાવવું હવે સામાન્ય બની ગયું છે? શું નાના ગામડાઓ અને કસ્બાઓમાં ખાનગી માઇક્રો ફાઇનાન્સ કંપનીઓની મનમાની બેલગામ બની ગઈ છે? આવી ઘટનાઓ પર રોક લગાવવા માટે પ્રશાસન શું કરી રહ્યું છે?












Click it and Unblock the Notifications
