For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલેશ તિવારી હત્યા કેસઃ યુપી પોલિસે કથિત હત્યારોપીઓના પોસ્ટર કર્યા જારી

હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. યુપી પોલિસે કથિત હત્યારોપીઓનુ એક પોસ્ટર જારી કર્યુ છે જેમાં આરોપીઓ સાથે જોડાયેલી માહિતી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. યુપી પોલિસે કથિત હત્યારોપીઓનુ એક પોસ્ટર જારી કર્યુ છે જેમાં આરોપીઓ સાથે જોડાયેલી માહિતી આપવામાં આવી છે. સાથે જ આની સૂચના આપવા માટે પોલિસ અધિકારીઓના નંબર પણ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે યુપીના ડીજીપી ઓપી સિંહએ આ પહેલા બે આરોપી અશફાક અને મોઈનુદ્દીન પઠાણની ધરપકડ પર અઢી-અઢી લાખ રૂપિયાના ઈનામની ઘોષણા કરી હતી.

kamlesh tiwari

ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે તાર

કમલેશ તિવારી હત્યાકાંડના તાર યુપીથઈ લઈ ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા છે. કમલેશ તિવારીની હત્યાના આરોપમાં મહારાષ્ટ્ર એટીએસે નાગપુરથી સૈય્યદ અસીમ અલી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સૈય્યદ પર હત્યામાં શઆમેલ આરોપીઓ સાથે સંપર્કમાં રહેવાનો આરોપ છે. સૈય્યદને મહારાષ્ટ્ર પોલિસે યુપી પોલિસને હવાલે કરી દીધો છે. વળી, આ મામલે ગુજરાતના સુરતથી ત્રણ શંકાસ્પદ મૌલાના શેખ સલીમ, ફૈઝાન અને રાશિદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કમલેશ તિવારીની હત્યા કરનાર બંને આરોપી હજુ પણ ફરાર છે.

શાહજહાંપુરમાં દેખાયા હતા શંકાસ્પદ

હત્યાકાંડના શંકાસ્પદ શાહજહાંપુર જિલ્લામાં જોવા મળ્યા છે ત્યારબાદ એસટીએફે જિલ્લાની ઘણી હોટલે અને મદરસાના મુસાફરખાનામાં રેડ પાડી. હત્યાકાંડના શંકાસ્પદો સીસીટીવી ફૂટેજમાં દેખાયા છે. હાલમાં એસટીએફની ટીમ શાહજહાંપુરમાં અડ્ડો જમાવી દીધો છે. તમને જણાવી દઈએ કે બંને શંકાસ્પદોએ રેલવે સ્ટેશન પર ઈનોવા ગાડી છોડી દીધી અને પગપાળા રોડવેઝ બસ સ્ટેન્ડ તરફ જતા જોવ મળ્યા હતા. ત્યારબાદ એસટીએફે ઈનોવા ગાડી જપ્ત કરી લીધી. પોલિસને શંકા છે કે શંકાસ્પદો શાહજહાંપુરમાં જ ક્યાંક છૂપાયા હોઈ શકે છે કે પછી આ રસ્તે ક્યાંક બીજે ભાગવાની ફિરાકમાં છે.

આ પણ વાંચોઃ 55ના થયા ભાજપના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહ, પીએમ મોદીએ પાઠવી શુભકામનાઆ પણ વાંચોઃ 55ના થયા ભાજપના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહ, પીએમ મોદીએ પાઠવી શુભકામના

English summary
UP Police releases posters of accused in Kamlesh Tiwari murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X