યુપીએમાંથી ટીએમસી દૂર થતા કેવી સ્થિતિ રહેશે?
નવી દિલ્હી : યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાઇન્સ)માંથી તૃણમૂલ કોંગ્રેસ ટેકો પાછી ખેંચી લીધો છે. હવે યુપીએ વિશ્વાસનો મત જીતવા આરજેડી અને બીએસપીનું બહારથી સમર્થન મેળવી શકે તો સ્થિતિ મજબૂત રહી શકે છે. ઉલ્લેખનીય છે કે યુપીએનો મુખ્ય ઘટક પક્ષ કોંગ્રેસ છે.

લોકસભામાં યુપીએના 273 સભ્યો હતા. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ યુપીએમાંથી 19નું સમર્થન પાછું ખેંચી લેતા યુપીએના 254 સભ્યો રહ્યા છે. આ સ્થિતિમાં યુપીએ બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નું બહારથી સમર્થન મેળવે તો લોકસભામાં ફરી એકવાર યુપીએની સ્થિતિ 279 બેઠકો સાથે મજબૂત બની શકે છે.
યુપીએ(273) - ટીએમસી(19) + બીએસપી(21) + આરજેડી(4) = 279












Click it and Unblock the Notifications
