For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવ્યાંગ UPSC Topper ઈરા સિંઘલે લગાવ્યો સાઈબર બુલિંગનો આરોપ, ફેસબુક પર કર્યો ખુલાસો

યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝાન 2014 ટૉપ કરનાર ઈરા સિંઘલે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા પોતાની સાથે થઈ રહેલી સાઈબર બુલિંગની વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝાન 2014 ટૉપ કરનાર ઈરા સિંઘલે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા પોતાની સાથે થઈ રહેલી સાઈબર બુલિંગની વાત કહી છે. તેમણે જણાવ્યુ કે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર તેમને અપશબ્દો કહ્યા છે. ઈરાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે- 'જે લોકો વિચારે છે કે દિવ્યાંગ લોકોને કંઈ પણ સામનો નથી કરવો પડત કારણકે દુનિયા તેમના પ્રત્યે સારી અને દયાળુ છે તો એવુ બિલકુલ નથી. સત્ય બતાવવા માટે હું મારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી કોઈની ટિપ્પણીઓ શેર કરી રહી છુ જે સાઈબર બુલિંગનો ચહેરો દર્શાવે છે. આ વાત ઘણી દૂર્ભાગ્યપૂર્ણ છે કે તે વ્યક્તિ સિવિલ સર્વન્ટ બનવા ઈચ્છે છે. આ જ કારણ છે કે આપણે એવી શાળાઓ અને એવી શિક્ષણ પ્રણાલીની જરૂર છે કે કોઈ પણ વસ્તુથી વધુ જરૂરી એક સારા વ્યક્તિ બનવાનું છે.'

Ira Singhal

ઉલ્લેખનીય છે કે ઈરાને અપશબ્દ કહેનાર વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર એ હરકત કરી છે અને તેનુ નામ ભૂપેશ જસવાલ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં ઈરાએ યુપીએસસીની પરીક્ષામાં પહેલુ સ્થાન મેળવ્યુ હતુ. વિકલાંગ હોવા છતાં પણ જનરલ કેટેગરીમાં ટૉપ કરનારી તે દેશની પહેલી છે. આ પહેલા વર્ષ 2010માં તેમણે સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. ત્યારે તેમનો 815મો રેન્ક આવ્યો હતો. ત્યારે વિકલાંગ હોવાના કારણે તેમને પોસ્ટીંગ આપવામાં આવી નોહતી. ત્યારબાદ હાર માનવાની જગ્યાએ તેમણે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો.

વર્ષ 2014માં તેમણે આ કેસ જીત્યો તો તેમને હૈદરાબાદમાં પોસ્ટિંગ મળી. પરંતુ આ દરમિયાન પોતાના રેન્કમાં સુધારો લાવવા માટે તેમણે કોશિશ ચાલુ રાખી હતી અને 2014ની યુપીએસસી પરીક્ષામાં પહેલુ સ્થાન મેળવ્યુ હતુ. વર્ષ 2006માં નેતાજી સુભાષચંદ્ર ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી બીઈ ઈન કમ્પ્યુટર એન્જિનિયર કરી ચૂકેલી ઈરાએ વર્ષ 2018માં ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે એક વર્ષ સુધી સ્પેનિશ ટીચર તરીકે પણ કામ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ સાક્ષી-અજિતેશ કેસમાં આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી, બંને થશે હાજરઆ પણ વાંચોઃ સાક્ષી-અજિતેશ કેસમાં આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી, બંને થશે હાજર

English summary
UPSC Topper Ira Singhal Trolled On Social Media, Shared this on facebook
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X